સમય – કુતુબ ‘આઝાદ’

સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી

.

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય.
સદ્-ભાગી કો’ક ને જ ફળી જાય છે સમય.

રહેશો ના કોઇ પણ આ સમયના ગુમાનમાં
સરતો હવાની જેમ સરી જાય છે સમય.

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય.

‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય
સમજી શકે છે તેમને સમજાય છે સમય .

11 replies on “સમય – કુતુબ ‘આઝાદ’”

  1. સમય બલવાન છે. કોઇ એને અટકાવી શક્યુ નથી. ખુબ અસરકારક શબ્દો.

    નવીન કાટવાળા

  2. મને ગમ્તું આ ગઝલ મુક્વા બદલ ટહુકા ટીમનો ખુબ ખુબ આભાર!..
    I would like to read and hear more ghazal of yours.

    ………………jainuddin.y.suvan,…..,DHARI…

  3. I want the lyrics and name of the lyricst of the song ek bewafa mara man darpan par darshan dai ne chaligai sung by shri suresh wadekar in the album amar sada avinash please post the same.

  4. Hello,
    This Gazal had been very inspiring for me and its missing the best
    ‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય
    સમજી શકે છે તેમને સમજાય છે સમય .
    Folks if you like this song go ahead and buy AVAZ album from Manhar Udhas.
    Tahuko.com its time for you to sync-up with Steve and company to tie-up with iTUNE.

    Great site, keep it up
    Vihang

  5. One of the best Ghazal I ever heard. Really one can not beat SAMAY. All Shares are excellent.
    I would like to read and hear more ghazal of yours.
    Wish you best of luck.

  6. “પરિચિત છુ છતાય દૂર ખુણામા ઊભેલો છુ ” ….. ગઝલ હોય તો મુક્શો.કોણે લખેલી છે તે ખબર નથી પણ મનહરભાઇ એ ગયેલી છે.લખેલી રચના પણ જોઇએ છે.

    • “પરિચિત છુ છતાય દૂર ખુણામા ઊભેલો છુ” આ ગઝલ પણ કુતુબ આઝાદ ની છે.કેવી રીતે પોસ્ કરુ?

      • પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
        મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.
        તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
        મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.
        ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
        મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.
        ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
        રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

  7. તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
    ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી
    what to say….clash of two titans !these lines are really moving thyself.

Leave a Reply to dr anil Cancel reply

Your email address will not be published. Required fields are marked *