પ્રાણ પણ નથી – વિવેક મનહર ટેલર

તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.

આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ –
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.

જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.

હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

-વિવેક મનહર ટેલર

————–
રમમાણ એટલે લીન, મગ્ન, ઓતપ્રોત…

21 replies on “પ્રાણ પણ નથી – વિવેક મનહર ટેલર”

  1. તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
    ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.

    good

  2. તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી ! વાહ બાપુ !

  3. એમ ડી ગાંધી ની ટીપ્પણી ગમી.
    સરસ રચના.
    વિવેકજીને શાબાશી…

  4. સરસ ગઝલ અને બધા શેર ખુબ જ ભાવવાહી, સોંસરી વાત કહી દેતા, ડો. વિવેક્ભાઈને અભિનદન……..

  5. “શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
    તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી”

    તાર તુટે એટલે કે પ્રાણ છુટ્યા પછી અંતે તો માણસને છ ફુટની ‘સાદડી-ઠાઠડી’ જોઈએ અથવા કોફીન જોઈએ બસ. સરસ ગઝલ છે.

  6. Very well!… Kyaa Baat Hai!
    Vivek bhai, You are a Doctor and A MARIZ both!!! at the same time!!

  7. સરસ વીવેકભાઈ..
    આવી ઉભો છુ યુધ્ધમાં વિશ્વાસ લઈ,
    વિશ્વાસ હોય ત્યાં બચાવ ના સાધનોની જરુર હોતિ જ નથી.
    સગપણ માં એટ્લુ ઉન્ડાણ પણ નથી.
    સરસ વાત કહેવાણી છે.

  8. Very nice sher

    હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
    તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

  9. મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ –
    સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.
    પ્રિય વિવેકભાઈ,
    લાગે છે આખું અઠવાડિયું સરસ જશે.
    તમારી લાગલગાટ ગઝલોને કવિતાઓ વાંચવા મળી.
    સપના

  10. સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી
    સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી
    .તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
    સરસ વાત …….
    ખુબ જ સરસ
    reality of the life sir.

  11. સરસ ગઝલ….!!

    આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
    બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

  12. શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
    તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

    સરસ ગઝલ !
    બધા જ શેર દિલથી માણ્યા !

  13. જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
    સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.

    વિવેકભાઈ,
    બધા જ શેરની ખૂબ સુંદર રજૂઆત
    વાંચીને ખૂબ જ આનંદ થયો

    અમિત ત્રિવેદી

  14. વાહ! સરસ ગઝલ! બધાં જ શે’ર માણવા લાયક થયાં છે.
    સુધીર પટેલ.

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *