વ્યથા હોવી જોઈએ -’મરીઝ’

સ્વર ‘: મનહર ઉધાસ

.

આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

32 replies on “વ્યથા હોવી જોઈએ -’મરીઝ’”

  1. મારી ખુબ ગમતી ગઝલો મા મરીઝ સાહેબની આ ગઝલ પણ છે.

    “હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
    પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.”

  2. આફ્રિન! આનાથી સારો પ્રેમનો એકરાર બીજો કોઇ હોઇ ન શકે. મરીઝ સાહેબ કોટી કોટી વંદન.

  3. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
    નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
    બહુ જ સુંદર રીતે સરળ ભાષા માં વર્ણન ……….

  4. હું ક્યાં કહું છું …….આપની ‘હા’ ………હોવી જોઈએ,
    પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

    મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
    નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

    આ આ આ આ આ આ આ આ હું ક્યાં કહું છું …….આપની ‘હા’ ………હોવી જોઈએ,

    પૃથ્વીની આ વિશાળતા ………….અમથી નથી………… ‘મરીઝ’,
    એના મિલનની………… ક્યાંક……….. જગા હોવી જોઈએ.

    આવુ લખવા માટે હ્રિદય અને એમા દર્દ્ હોવુ જોઇએ…….
    મરીઝ…સાહેબ ….સલામ કબુલ કરીયે…..

  5. પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
    એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

  6. this is my favorite gazal nd also all gazal sing by manahar udas my favorite . i m bid freind of manhar udas……………..

    “manahar udas is our gujarat ornament”

  7. Hey i like this gazal very much,,,,,,,,, this is really beutiful written by mariz this is one of my favorite………

    Thank You…………………..

  8. વાહ,ધન્ય છે…ગુજરાત તણી ભોમ ને….જય જય ગરવી ગુજરાત

  9. Have you been ever found such a beautiful words in any langauages. Really a very nice words. Guajraties also have treasures of words to express each feelings by words. Beautiful gazal written by Mariz and sung y Manhar Udas. I don’t know name of musician but whenever combination of words+music+singer is best, result is great.

  10. આ પોસ્ત કરવા વાલા જયશ્રેી બેન ને મારા ખુબ ખુબ આભાર્
    કેત્લય દિવસે આ ગઝલ સામ્ભલેી ને કેત્લો બધો આન ન્દ થયો .
    પન ગેીત આખુ નથિ ઃ(

  11. If you people like mariz then try to hear once “બેફામ” he also one of the finest port.

    ઓ હ્યદય તે પન ભલા કેવો ફસાવ્યો છે મને,
    જે નથી મારા બન્યા તેનો બનવ્યો છે મને.

    કુદરત ની છે કમાલ ચમન માંજ ફુલ છે,
    કાંટા મુક્યા છે સાથ માંજ બસ એજ ભઉલ છે.

    ટોળે ભળે છે કોકની દિવાન્ગી ઉપર,
    દુનિયાના લોકો કેટલા મિલનસાર હોય છે.

  12. “Hi all who love gujarati poetry & gazal,
    i m Nimesh I like so many but i like to share something to you peoeple regarding our interest.If you all people are interested then i like make a “small group”for poetry & gazal. In which we try to tribute some great people who has done excellant work in our gujarati language, we will try together somewhere where we make some party where all this stuff we will share & if someone want to share something own then we will encourage him. We will try that also that our next generation who may nt like to talk so much about gujarati sahitya we cellebrate this geat people birthday & try to tribute them.I know we are not a best cappable to do it bt i like to share one thing that in future next people who dont know gujarat but once he heard the sweetness of our language then they also try to learn & know more about our great language.

    If you people like & have some suggetion then please conatact on mail id leuvanimesh@gmail.com

  13. ગઝલ એમ ને એમ નથી બનતી , એ તો હૈયુ ચીરાય તા કાગડ ધરી દો એટલે લોઇ ન ટીપા જ બનાવે તે ગઝલ્

  14. હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
    પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

    આવુ મરિઝ જ લખિ સકે અને જય્શ્રિ બેન જ પહોચાદિ શકે….

    its my one of the favourite line…..

  15. jayashri ben,
    on this wonderful day 2 line of song for u….

    સાગર મૈ લ્હેર્ ઉથે તમારા નામ ની
    તુમકો મુબારક ખુશિયા આત્મ્ગ્યાન કિ…

    again its wonderful work…
    only few people can do like that….
    keep it up jyshri ben…..

  16. પૃથ્વિ નિ આ વિશાલત અમથિ નથિ મરિઝ …. એના મિલન નિ ક્યાક જગા હોવિ જોઇયે… મરિઝ નિ કૃતિ !!!! one of the favoirite!!

    Thank you

  17. હ્રદય ના તાર ઝણઝણી ઉઠ્યા હતા જ્યારે આ ગઝલ પહેલી વાર સાંભળી હતી અને આજે પણ એના સૂર ગૂંજે છે.

Leave a Reply to Vaibhav Cancel reply

Your email address will not be published. Required fields are marked *