કારણ – ચિનુ મોદી

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઇનામાં પણ મને શ્રધ્ધા નથી,
કોઇની શ્રધ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઇ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઇ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઇ પણ કારણ ન હો.

4 replies on “કારણ – ચિનુ મોદી”

 1. sudhir patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 2. કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
  એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

  – આ એક જ વાત… કેવી સચોટ અને કેવી અઘરી?!!!

 3. આપમેળે બંધ દરવાજા થશે.
  મોત માટે કોઇ પણ કારણ ન હો.

  સરસ

 4. ૧,૨,૫ અશઆર ખરેખર ખૂબ જ સ-રસ છે. જાણે ‘આખરી પ્રયાણ’ની તૈયારી… પણ સાચી વાત છે, જેટલી સરળ વાત એટલી જ અઘરી પણ…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *