Non-stop ગરબા : માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે

આજથી તો નવરાત્રી શરુ.. ( જોકે ઘણા માટે તો હવે બીજો દિવસ પણ આવી ગયો છે. ) તો ચાલો.. આજે તો એક કલાક સુઘી ગરબાની રમઝટ બોલાવીએ. જો નવરાત્રી સિવાય ગરબા સાંભળવાના હોય, તો આવા નોન-સ્ટોપ ગરબા કરતા મને એક એક ગરબો આખો સાંભળવો વધારે ગમે. પરંતુ નવરાત્રીમાં એક પછી એક ગરબો આવતો રહે અને આપણે નાચતા રહીએ.. એની જ મઝા છે. અને આજે અહીં જે ગરબા મૂક્યા છે, એમાં એક ખાસિયત એ છે કે એમાં દરેક ગરબાની 2-3 કડીઓ છે… એટલે બીજા બધા નોન-સ્ટોપ ગરબાની સરખામણીએ એક ગરબો વધારે વાર સાંભળવા મળે. અને બીજો ફાયદો એ કે ઘણા ગરબા, જેની આજ સુધી એક જ કડી સાંભળી હોય, એ ગરબાની કોઇ નવી કડી સાંભળવા મળે.

હું જયારે 8 મા ધોરણમાં હતી, ( કદાચ 9મા ધોરણમાં ) ત્યારે સૌથી પહેલી નોન-સ્ટોપ ગરબાની કેસેટ સાંભળેલી. ભાઇ લઇ આવેલો કશેથી. ’49 નોન-સ્ટોપ ઘમાલ ગરબા’ એવું કંઇક ટાઇટલ હતું. એ કેસેટ તો સાચા અર્થમાં સાંભળી સાંભળીને ઘસી નાખી હતી. બીજા વર્ષે કદાચ ‘ખેલૈયો’ આવી હતી. પછી તો ભાઇએ એવી ઘણી બધી કેસેટ ભેગી કરી હતી. ધીમે ધીમે નોન-સ્ટોપ ગરબાનો ક્રેઝ થોડો ઓછો થયો. પછી તો નવી કેસેટ આવવાની બંધ થઇ.. કારણ કે બધામાં લગભગ સરખું જ હોય.. પણ ખાસ કરીને નવરાત્રીના સમયે હજુ પણ મઝા આવે.

બધાને મારા તરફથી નવરાત્રીની શુભકામનાઓ. ( મારા બાળપણના, અતુલની સુવિધા કોલોનીના ગરબાની વાતો કરવી છે.. પણ 2-3 દિવસ પછી.. આજે તો બસ ગરબાની મઝા જ લઇએ…. )

.

* માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે..
* બહુચરમાંના દેરા પાછળ કુકડે કુક બોલે..
* કુમકુમના પગલા પડ્યા..
* ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા…
* પંખીડા તું ઉડી જાજો પાવાગઢ રે..
* હા.. હા.. રે ગોકુળની ગોવાલડી રે..
* દેર મારી અંગુઠડીનો ચોર
* મેં તો રંગમાં કપડા બોળ્યા રંગીલા..
* મારી મહિસાગરની આરે ઢોલ વાગે સે..
* હું તો ગઇ ‘તી મેળે..
* દુહા…

29 replies on “Non-stop ગરબા : માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે”

  1. માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે….
    જય માતાજી.
    જય જય ગરવી ગુજરાત.

  2. વાહ્..જય્શ્રિબેન્..દુર બેથા પન ગુજરાત નુ ગૌરવ વધારો છો. ખુબ ખુબ આભાર્..

  3. I AM BELONGS TO TARGALA WHICH CAST HAVE DEEP KNOWLEDGE OF ART LIKE MUSIC, GARBI, PLAY ART, YOU KNOW GUJARATI BHAVAI AT PRESENT NO BODY KNOW ABOUT THE BHAVAI, WHEN NAVARATRI START ALL NINE DAYS WE ALL NAYAK-TARGALA VERY MUCH ENGAGED IN WORSHIP OF MAHAKALI MATA GARBI, BHAVAI AND CHHAND, THESE KNOWLEDGE OLDEST ENTERTAINMENT IN VILLAGE, LIKE THIS NON STOP GARABA IT IS ALSO VERY VERY GOOD JOB.

    THANKS TO YOU FOR HERITAGE OF OUR GUJARAT

    JAY JAY GARAVI GUJARAT

    BEST OF LUCK GO AHEAD GOOD JOB

  4. અમે તો બહુ ખુશ થયા ચિયે ગરબા નોન સ્તોપ સમ્ભલિ ને.હવે અમ્ને કહો કે કેવિ રિતે રોર્દિન્ગ કર્વુ.

  5. જ્ય અમ્બે ખુબ જ આનદ થયો
    પિનાકિન રમણલાલ મહારાજા

  6. ખરેખર બહુ જ સરસ ગરબાઓ છે. સાંભળીએ તો સાંભળતાં જ રહેવાનું મન થાય. સૌ ને મારા હેપ્પી નવરાત્રિ. ખૂબ ખૂબ આભાર.

  7. આ ગર્બો ખુબ્જ સરસ એ છે
    ધન્યવાદ ફરેી આવા ગર્બા મોક્લ્શો

  8. Where do I buy this Garabo so I can download it into my MP3 player….your website is beautiful….thank you for everything

    Sona

  9. કોઇ કેહેશે કે તહુકો ઉપર ગાયન કૈ રિતે સામ્ભલિ શકાય ??

  10. ટહુકો.કોમ ના સંચાલકો,

    અત્યારે તો મારા ઘરમાં ટહુકો.કોમનો ઘંટરવ વાગે છે.

    લી.પ્રફુલ ઠાર

  11. these very good thing for our gujartipeople those live far from gujarat they never miss gujarat. i am proud to be gujarati. i am thinking when i listen this music i am in ahmedabad. i love my mother land.

  12. Los Angeles મા બેથા બેથા ગુજરાત નિ નવ્રરાત્રિ નિ યાદ આવિ ગઈ

  13. બહુજ સરસ્……..
    ઘરે બેસીને ગુજરાતની નવરાત્રી જેવો આનંદ મળ્યો …. બહુજ સરસ્……..

  14. તમારો ખુબ ખુભ આભર મને મર દરેક મન્પસન્દ ગેીતો અહિ મલેી રહ્ય ચ્હે..! હજેી હુ અમુક ગેીતો સામભલ્વા મન્ગુ ચ્હુ..! સાવ્રરેીયો મરો અને ગગન વઅસિ ધર પર્..મને જનવ્વ વિનન્તિ કે હુ નેત પર કયા શોધિ શકુ હુ વિદેશ મ હોવથિ બ્ધેી કેસેત ખરિધિ શક્તિ નથિ…! તમરો ખુબ આભર જો તમે તે તમરિ સિતે પર મુકિ શકો..આભર તમરો..

  15. નવરાત્રિ આવે જ છે, એટલે થોડા જ સમયમાં બજારમાં દુનિયાભરની નોન-સ્ટોપ ગરબાના આલ્બમ આવી જશે. તેમાં મળી રહેશે.
    રીષભગૃપના ગરબા ખરીદવા માટે અચલભાઇનો સંપર્ક કરી શકો છો. – achalmehta_phi@yahoo.co.in

  16. વાહ! સામ્ભિળ ને મજા આવી ગઈ.ઘણા સમય થી શોધ મા હતો આ ગરબાની.મારે આ ગરબા ખરીદવા હોય તો શુ કર્વુ પડે એ જણાવવા િવનન્તી.

Leave a Reply to malti Cancel reply

Your email address will not be published. Required fields are marked *