ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !

.

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

આભાર : અમી ઝરણું

15 replies on “ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !”

  1. થેન્ક યુ. ખુબ મજા આવિ સામ્ભલ્વૈનિ અને સાથે ગાવાનિ પન.

  2. મારે અએક કવિતા વાચવી છે પણ કયાય મળતી નથિ જો આપનિ પાસે હોય તો અહિયા મુક અહેસાનમન્દ કરજો
    બોલ છે
    ” ડુન્ગર કેરી ખીણમા ગામ્ભુ નામે ગામ”

    નામ છે “મીઠી માથે ભાત”

  3. Very very Good Music site.
    I sent info reg this site to my Twenty Guj friends and almost appreciated this site.
    Really a great soothing effort

Leave a Reply to Jitendra Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *