થાંભલીનો ટેકો ને ઓસરીની કોર – વિનોદ જોષી

સ્વર : વિરાજ / બીજલ ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

સ્વર : અંતરા નંદી, અંકિતા નંદી
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…

એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજળું કાચું ને રેશમનો ભાર,
એનઘેન પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…

મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પતાળ જઇ બૂડી,
ઉગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત,
ભીંત ઝૂર્યા કરે… મોર ટહુકા કરે…

પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી,
સૂનમૂન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યા કરે… મોર ટહુકા કરે…

30 replies on “થાંભલીનો ટેકો ને ઓસરીની કોર – વિનોદ જોષી”

  1. થાંભલીનો ટેકો ને ઓસરીની કોર , કણબીની છોકરીએ પાળ્યો રે મોર –
    કવિ શ્રી વિનોદભાઈ જોષીની રચનાને દક્ષેશભાઈ પારેખજીએ સુંદર રીતે સ્વરાંકન કર્યું છે . વિરાજ-બીજલની જુગલ બેલડીએ ગીતને પૂરા મનોભાવ સાથે પ્રસ્તુત કર્યું છે .
    ગીતમાં , કવિ શ્રીએ , કણબીની છોકરીએ પોતાની પાસે રહેલાં પાંચીકા ઉછાળી , એના નરમ-નરમ કાળજામાં ન સમાયેલા અને પાંપણમાં ઉભરેલા ,આંસુઓના ધોધને , નવસેરા હાર સાથે સરખાવ્યો છે .
    નીચી નજર રાખેલ , દુ:ખી છોકરીની મનોવ્યથા જોઈને , બાજુમાં આવેલ ઊંચી ભીંત પણ ઝૂરવા લાગી છે .
    બધી તરફ વ્યાપેલ સૂનકાર અને અંધકારમય વાતાવરણમાં , ડૂસકાં ભરતી કણબીની છોકરીની મનોવેદનાનો સાક્ષી, એનો પાળેલો મોર છે .
    છોકરીના દબાયેલા રુદનના અવાજને , વફાદાર મોરે ટહુકાઓ થકી , સાતમા પાતાળ સુધી ડૂબાડવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે .
    કહે ‘અનુરાગી’ , પાળેલો મોર , ટહુકા કરી-કરીને , નીરવ શાંતિમાં અને શૂન્ય પ્રકાશમાં પોઢેલ જગતને કણબીની છોકરીની વ્યથાનો અણસાર પણ આવવા  દેતો નથી .
    વાહ , વિનોદભાઈ, દક્ષેશભાઈ અને  જુગલ બેલડી વિરાજ-બીજલની — ચંડાળ ચોકડીએ તો આ ગીતને ચાર ચાંદ લગાવી દીધાં છે .

  2. LAST FEW DAYS THE TAHUKO .COM SAMBHALI SHAKATO NATHI,THERE IS SOME PROBLEMS WITH MY COMPUTER ALSO AND WITH THE WEBSIGHT TOO.RATRE JYARE TIME MALE TYARE TAHUKO YAAD AAVI JAY CHHE.TENSIONMATHI PAN MUKTA THAVAY CHHE,MAN HALVUFUL THAI JAY CHHE.GAME CHHE.
    ‘MOR TAHUKYA KARE”.

  3. સુન્દર મદમોહક ગેીત સાભલેીને મન વારમ્વાર તહુક્યા ક્રર્યુ.
    ગાયક બેલદેી તમે તહુકમા હમ્મેશા તહુક્યા કરેી સૌના દેીલ મહેકાવશો.

  4. દક્શેશ ધ્રુવના સન્ગીતમા ગવાયેલુ આ ગીત ખુબ ગમ્યુ. વિરાજ અને બીજલ બેઉ બહેનોના અવાજ સુરીલા એતલે ગીતને ચારચાન્દ લાગી ગયા.

  5. રે મન મોરપીંછે શું મોહયુ કે જાણે જનમ જનમ થી જોયું..સ્કુલમાં ભજવેલી ન્રુત્યનાટિકા “મોરપિંછ” નુ મનગમતુ ગીત યાદ આવી ગયું. આજે મારા મનમોરલાએ પરોઢીયે ઉઠાડી..ખુબ સુંદર ગીત
    અને એટલું જ સુંદર પિકચર મારા મોરલાનુ…હાલે લે આ તો હાચુકલુ બન્યું હો…મોરની બાગા માં બોલે આધી રાતમાં..છનન છન ચુડીયાં ખનક ગઈ હાથમાં..

  6. ખરેખર સુન્દર ગેીત …..
    વારે વારે ગાવાનુ મન થાય …..

  7. આભર તહુકોોમ નો અમે અ ગેીત લમ્બ સમય થિ સોધ્ત હતા..

  8. ધૈર્ય પરિખ રેીયા પરિખ નિશુ પરિખ દિપક પરિખ મન્જુલા બેન પરિખ ધિરેન પરિખ

  9. Last year when the two sisters came to Washington DC with their father and Hansa Dave, to attend the Gujarati Convention, I requested them to sing this song. What a powerful impact this song created, while listening it live!! Vibrant and well-coordinated. Indeed they are the chips of the old block!!

  10. ek na badle chek satame patal karjo ,sundar,tahuka ne lagtu git , sabhlelu ghana vakhat pahela fari maja avi gai,gramya jivan stri ni namodasha nu git kharekhar sundar 6

  11. Vinodbhai has done such a TAHUKO ke anybody would
    love to sing it even in place like america. We don’t see peacock here but when I hear this geet,I go back to a memorylane and visualize a peacock sitting and singing on top of shikhar of a mandir. ABHINANDAN VINODBHAI NE! great poetic expression of a gamda ni gori ni haiya ni vaat.

  12. એક વાર ટહૂક્યો હતો હૈયાને છાપરે,
    જીન્દગી તે પછી મોર પિચ્છ બની.
    વફા

  13. પછી ડૂમો ‘ઓઠી’ ને બદલે ‘ઓઢી’ કરશોજી !
    મોર ટહુકે,હાર ઝૂલે,ભીંત ઝૂલે,ભેદ ઝૂલે.. ના પ્રાસ
    આંખોને વળગે તેવા છે !ગામઠી સરસ વાત છે !
    મેં લીંપ્યું પણ છે. ઓકળીઓ પાડી છે.ઓસરી,
    પરસાળ,રવેશ,ઓરડો,બેઠકથી પરિચિત છુંઆભાર !

Leave a Reply to Chintu Cancel reply

Your email address will not be published. Required fields are marked *