એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ – રમેશ પારેખ

આજે ફરી એક વાર હસ્તાક્ષર…

આમ તો હસ્તાક્ષરના દરેક આલ્બમની જેમ આ ‘રમેશ પારેખ’ ના હસ્તાક્ષરમાંથી પણ કોઇ એક ગમતુ ગીત પસંદ કરવું હોય તો મુશ્કેલ કામ. એમ થાય કે ‘સાંવરિયો’ને પસંદ કરું, તો ‘મનપાંચમના દરિયા’ને ખોટું ના લાગે? ‘આંખોના દ્રશ્યો’ને યાદ કરું કે ‘છોકરીના હાથથી પડતા રૂમાલ’ને ?

છેવટે મેં પસંદ કર્યું આ ગીત : ‘એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે’.
શ્યામલ-સૌમિલની જોડીએ ઘણો સરસ કંઠ આપ્યો છે. આ આખા ગીતમાં મને સૌથી પહેલા યાદ રહી ગયેલી, અને સૌથી વધુ ગમતી પંક્તિઓ :

સૌ સૌ નો સૂરજ સૌ સાંચવે પણ છોકરીના હિસ્સાના સૂરજનું શું?
આમ તો સવાલ આખા ગામનો છે પણ, કેવળ છોકરાને આવે આંસુ.

indian_princess_PI51_l

સ્વર અને સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

એક છોકરી ન હોય ત્યારે
કેટલાં અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે

બીજું શું થાય
કંઈ પથ્થર થઈ જાય
કંઈ ચોખંડી ચીજ બની જાય છે

શેરીના છેવાડે ઊભેલા છોકરાને
શું શું નહિ થાતું હોય બોલો
હાથમાંને હાથમાં જ મોગરાનું
ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો

અંધારું સાંજ પહેલા
આંખોમાં ઘેરી વળે
એવો બનાવ બની જાય છે

સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ
છોકરીના હિસ્સાના સૂરજનું શું
આમ તો સવાલ આખા ગામનો છે
પણ કેવળ છોકરાને આવે આંસુ

ગામ વચ્ચે ઓગળતો
ઓગળતો છોકરો
કંઈ પણ નથી જ બની જાય છે

( કવિ પરિચય )

62 replies on “એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ – રમેશ પારેખ”

  1. વાહ ખુબ સરસ… ખરે ખર છોકરેી વગર જીવન અધરુ લાગે છે.

  2. વાહ ભાઈ વાહ,ખુબજ સરસ ગીત !!!..મઝા આવી ગઈ….

  3. ખુબ સુદર રચના અને દરેક ગેીત ખુબ સરસ હોઇ મજા આવિ ગૈ.

  4. વાહ ભાઈ વાહ,ખુબજ સરસ ગીત !!!..મઝા આવી ગઈ….છોકરી ને સોળ વરસ વાળી રચના ક્યારે ?

  5. આજ કાલ અહિ શિકાગોમા લગ્ન મોસમ ખિલિ ચે ત્યરે મયુઝિક નાઈતમા ગાવા જેવુ ક્લાસિકલ સાન્જિ ગેીત ! બહુ ગમ્યુ.

  6. રમેશ પારેખની રમૂજી અને વાસ્તવિક (!) રચના સાંભળવાની મજા આવી ગઈ.
    ઉલ્લાસ

  7. મારું ખુબજ ગમતું ગીત.ધન્યવાદ.
    તમારી પાસે મારું પ્રિય ચારણકન્યા નું મેઘાણી નું ગીત mp3 ma હોય તો મુકશો.
    આભાર
    બટુક સાતા (રાજકોટ )

  8. ramesh etle varsad ni paheli mahek, ramesh etle chhokri ni paheli nazar, ramesh etle ramesh yar

  9. ખુબ જ સરસ!!!
    આમ પણ અખિલ બ્રહ્માંડમાં એક તું ‘સ્ત્રી હરિ’.
    એના વગર બધુ ગરીબડું છે!!

  10. excellent.I am reminded of another poem by
    Botadkar–Lakhyu te(n) patrama pyaraa,nathi satkaar me kidho. Khabar vivekni mujane ,nathi to
    tu kshamaa karaje–Can anybody find me full text
    of this poem?

  11. ઉમાશન્કર જોશીની “ધારાવસ્ત્ર” કાવ્યસગ્રહ “નીશિથ” મા છે, મળૈ તો ઘણઓ જ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *