માણિગર મોરલીવાળો શ્યામ…

krishna_poster_PZ27_l

.

માણિગર મોરલીવાળો શ્યામ, છબીલો છેલછોગાળો શ્યામ,
હળવેથી આવીને રંગભર ખેલેને, સન્મુખ આવીને કરે નૈણનો ચાળો
માણિગર મોરલીવાળો શ્યામ…

કામણગારો પેલો, કાનુડો કાળો પેલો, જમુનાને તીરે મારી વાટ્યું જુએ શ્યામ
ઝટથી આવી મારી ગાગરિયું ફોડીને, મારુ તનમન ભીંજવી દોડી જાતો, પેલો નંદનો લાલો
માણિગર મોરલીવાળો શ્યામ…

જશોદાનો જાયો, રાધાજીનો વ્હાલો, નંદજીનો લાલો પેલો ગાયોનો ગોવાળ
ગામને જગાડવાને નટખટ રંગીલાએ, વાંસળીનો સૂર રેલાવ્યો, આનંદ છવાયો
માણિગર મોરલીવાળો શ્યામ…

7 replies on “માણિગર મોરલીવાળો શ્યામ…”

  1. i have same garbo with different composition…..which is more beautiful……

    I need two composition…if any body have pls post
    1) vasdi na sur na vehtu melo na radha nu nam
    2) Maa amba jagdamba darshan dyo maa amba

  2. શુ સરસ ગર્બો છે…..મજા આવિ ગયિ. બરોડા નિ યાદ આવિ ગયિ…..

  3. કવિ કોણ છે ?કાવ્ય સરસ છે!માણિગરની મોરલી
    કોણ ભૂલે ?….આભાર !

Leave a Reply to pratik Cancel reply

Your email address will not be published. Required fields are marked *