તાવડી – જયન્ત પાઠક

કવિતા :
માના ઘડ્યા રોટલા
શિશુના શરીરની સુવાસ,
દૂધિયા દાંતનું હાસ;
મોડી રાત સુધી ચાલતી દાદાની વાત;
સમણામાં પરીની મુલાકાત.
સાત સાત સમુંદર ઓળંગીને આવતી
નાવડી મારી કવિતા;
માના હાથે ઘડ્યા રોટલાને તાવતી
તાવડી મારી કવિતા.

2 replies on “તાવડી – જયન્ત પાઠક”

  1. અહિં કવિતાઓ વાંચી અને સાંભળી અમને એટલુ કહેવાનું મન થાય છે…
    છલકતુ તળાવ અમ છલકાય ટહુકો
    પળેપળે ભીની કરી જાય ટહુકો…..

    મહેકતો રહે ફુલ-ગજરાની માફક
    હવામાં શી તાજપ ભરી જાય ટહુકો….

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *