ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી – મકરન્દ દવે

ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.

વાયરો ક્યાં જઇ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઇ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું !
કોઇનું નહીં ફરિયાદીને
કોઇનું નહીં કાજી !
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઇ તો સામે,
મહેક દે તાજી તાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

9 replies on “ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી – મકરન્દ દવે”

  1. can you please give the song ek raja ne 100-100 rani jamkudi re jamkudi. please
    એક રાજા ને ૧૦૦-૧૦૦ રાનિ જમ્કુદિ રે જમ્કુદિ

  2. મને કોન હલવે લિમ્દિઇ ગિત દોવ્ન્લોઅદ કર્વુ ચે પ્લિસ મને કેસો કે કૈ સા ઇત ઉપર મલ્શે.

  3. આપ એક રાજા ને સોસો રાનિ જમ્કુદિ રે જમ્કુદિ ગિત મુકિ સકો

  4. મારે મને એક્લિ જાનિને કાને શ્હે દિરે તે ગિત દાવન્લોઉદ્કર્વુ ચ્હે તો પ્લિશ તો મને તમે મેલ કરિ શ્ક્શો ?

  5. MARE SONBAI NI CHUNDI – KON HALAVE LIMDI GIT DAWNLOAD KARVU CHHE. PAN DAWNLOAD NATHI KARVA DETU. SHU TAME EMAIL KARI SHAKO?

  6. શાળાના દિવસો યાદ આવી ગયા… કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી તો વારેવારે ગાતા રહેતા… સુંદર સમયાતીત કાવ્ય !

Leave a Reply to Heta parikh Cancel reply

Your email address will not be published. Required fields are marked *