ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી – મકરન્દ દવે

ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.

વાયરો ક્યાં જઇ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઇ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું !
કોઇનું નહીં ફરિયાદીને
કોઇનું નહીં કાજી !
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઇ તો સામે,
મહેક દે તાજી તાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

8 replies on “ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી – મકરન્દ દવે”

 1. શાળાના દિવસો યાદ આવી ગયા… કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી તો વારેવારે ગાતા રહેતા… સુંદર સમયાતીત કાવ્ય !

 2. KALPESH says:

  MARE SONBAI NI CHUNDI – KON HALAVE LIMDI GIT DAWNLOAD KARVU CHHE. PAN DAWNLOAD NATHI KARVA DETU. SHU TAME EMAIL KARI SHAKO?

 3. karandesai says:

  મારે મને એક્લિ જાનિને કાને શ્હે દિરે તે ગિત દાવન્લોઉદ્કર્વુ ચ્હે તો પ્લિશ તો મને તમે મેલ કરિ શ્ક્શો ?

 4. sangeetajeet says:

  આપ એક રાજા ને સોસો રાનિ જમ્કુદિ રે જમ્કુદિ ગિત મુકિ સકો

 5. jeet sharma says:

  can you please give us the song ek raja ne soso rani jamkudi re jamkudi. thanks

 6. tusahar shah says:

  મને કોન હલવે લિમ્દિઇ ગિત દોવ્ન્લોઅદ કર્વુ ચે પ્લિસ મને કેસો કે કૈ સા ઇત ઉપર મલ્શે.

 7. Heta parikh says:

  can you please give the song ek raja ne 100-100 rani jamkudi re jamkudi. please
  એક રાજા ને ૧૦૦-૧૦૦ રાનિ જમ્કુદિ રે જમ્કુદિ

 8. anil bhai says:

  can u pl sen me the song ek raja nu sau rani plz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *