જીવનનો માર્ગ – ‘બેફામ’

2 વર્ષ પહેલા ભાસ્કર શુક્લના અવાજમાં મુકેલી આ ગઝલ, આજે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર સંગીત સાથે ફરી એકવાર 🙂

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-’બેફામ
(આભાર : લયસ્તરો )

( કવિ પરિચય )

28 replies on “જીવનનો માર્ગ – ‘બેફામ’”

  1. મારી પ્રિય ગઝલ છે ઘર થી કબર સુધી,, બોવ જ સરસ રચના સે બેફામ સાહેબ ની

  2. હ્રદય મા વસેલા વહાલા,પગ થિ થોકર ના મારશો. એમા તો આપ્ણો ઈશ્વર વસેચ્હે. વહ વહ શુ ભાવ ચ્હે. બસ આતલુ સચવઐ જાય તો સારુ. બર્કત વિરાણિ સાહેબ ને મારા સલામ્ બન્સિ પારેખ્! ૧૦-૧૭-૨૦૧૧ સવારે ૧૧ વાગે.

  3. બેફામ સાહેબ નિ મ્રુત્યુ ને ગઝલ ના શેર મા વનિ લેવાનિ આ ર્રિત બહુ જ ગમે ચ્હે.

    you will be surprised i attracted towards Gujarati Litreture Due to બેફામ સાહેબ only.

    i get the real feeling and charm of creativity and deep thnking.

    જિવન નો માર્ગ ચ્હે ઘર થિ કબર સુધિ … બહુ સરસ વિચાર . અને રજઆત પન

  4. ભાસ્કર શુક્લના અવાજમાં સૌમ્યતા છે તો…….

    પુરુષોત્તમજી ઉપાધ્યાયના સ્વર સંગીતમા દર્દ છે…

    “પણ બેફામ સાહેબ ! તમે સાચેજ ! બેફામ છો……………ગઝ્લ્ ના બાદશાહ્.”

    મ્હરા થી કહ્યા વિના નથી રહેવાતુ…..કે..

    “અમારી બન્ને આખે તમે આસુ વેહ્તા જોયા…..
    પન કોને ખબર છે …..એક ને છે ના મલ્યા નુ દુઃખ….
    ને બીજીને વધુ યાદ આવ્યાનો આનન્દ્…!”

  5. ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
    નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

    -નજર નિ સલામ………… બેફામ

    પ્રિયતમ તમે સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
    સખી ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

    હ્રિદય સોસર્વુ ઉતરી ગયુ……..

  6. સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
    ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી. બેમિસાલ…!

    આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
    આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી આ આ આ આ આ આ આ વાહ્,,,,,

    મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
    કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી …….હુ આવરી ગયો………..બેશક્…..

    શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
    એવાં આ આ આ ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી. ……….ફિદા થૈ ગયો……

  7. ખુબજ સુંદર રચના…

    ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
    નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

  8. શ્રિપુરુષોત્તમ ઉપાધ્યાય વિશે કૈ પન લખુ એ ગુસ્થાકિ જ થશે.

    Supar Thanks to Jaishreeben for all her committed efforts in bringing the best of literature and music on tahuko.

  9. Dear Jayshriben
    In 1960 when I was in College, like others of such age in I had my copy book and had noted down this gazal of Sapna Rupe na aavo to from Befam’s Mansare. I have still this book.
    I have got Mannade’s song. Please let me know how I can upload on your site.
    Rohit T Marfatia
    River Palace, Nanpura, Surat 395001

  10. ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
    નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

    મે પેહલા આ બે શેર વાંચ્યા હતા અને આજે એ ગઝલ પણ વાંચી ને ખૂબ આંનદ થયો, આ મારો ફેવરિટ શેર છે.

    આભાર

  11. …શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
    એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી…
    …આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
    આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી…

  12. Actually the song labelled as Bhasker Shukala, sounds more like MANHAR UDHAS.

    The other one is definitely Purishottam Upadhyay.

  13. શ્રધાનિ હો સુવાસ પ્રતિક્શા નો રન્ગ હો એવા ફુલો ખિલેચ્હે પાન્ખર સુધિ વાહ્ વાહ કેવિ હ્ર્ર્દય નિ વાત કહિ દિધિ
    ‘બેફામ્ તોયે કેતલુ થાકિ જવુ પદ્યુ નહિતો જિવન્ નો માર્ગ ચ્હે ઘર્થિ કબર સુધિ. કેવુ સાચુ સતય્! મઝા આવિ ગઇ.આભાર્ . બન્સિ પારેખ્.વેરોના,એન જે યુ.એસ્ એ.

  14. સદા બહાર સુંદર રચના
    ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
    એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
    ખૂબ ગમી પંક્તીઓ
    અને મધુરી ગાયકી

  15. આ સ્વર મુ. પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનો નથી જ લાગતો.

  16. Thanks Mahendrabhai,
    Whenever I will find this Gazal in Manna Dey’s voice, surely I will put it in on this blog.

    Manna Dey is one of my fav singers.

  17. This gazal is sung by Manna Dey in a very melodius voice and anice rhythm. It will be nice of you, if you put on blog for the listeners like me.

    Thank you,
    Mahendra Shah, M.D.

  18. નહીં તો જીવનનો માર્ગ છે ,ઘરથી કબર
    સુધી !બેફામની ગજબની ફિલસૂફી!આભાર !

Leave a Reply to ભદ્રેશ શાહ્ Cancel reply

Your email address will not be published. Required fields are marked *