જળકમળ છાંડી જાને બાળા – નરસિંહ મહેતા

ટહુકો પર ઘણા વખતથી ગુંજતું આ ગીત… આજે ફરી એકવાર – એક નવા સ્વર સાથે… અને એ પણ ટહુકોના એક એકદમ ખાસ Supporter ની ફરમાઇશ પર.. 🙂

kaliyanag_krsna

.

સ્વર : ??

.

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12

( કવિ પરિચય )

86 replies on “જળકમળ છાંડી જાને બાળા – નરસિંહ મહેતા”

  1. એમ જ અચાનક મને આ પ્રભાતિયુ યાદ આવી ગયું અને ક્યાં સાંભળું એમ વિચારતાં મને ટહુકો યાદ આવી ગયુ.

  2. ખુબજ મજ આવિ ગઇ……!!!!!!!!!!
    આભાર ………

  3. @ Mrs. Malkan completely agree with you ..કોઇકે વચ્ચે ફરેીદા મિર નુ નામ મુક્યુ ચ્હે …my dad likes Ms. Bardai a lot so it kinna reminds me of him while being far from home in NY 🙁

  4. sorry દિવાળી બહેન ભીલ નહીં પરંતુ દમયંતી બરડાઇનો અવાજ છે પણ નાનપણની યાદ સાથે અને રાજકોટ સ્ટેશનની યાદ અપાવે છે આ પ્રભાતિયું.

  5. દિવાળી બહેન ભીલનો અવાજ જળ કમળમાં સુંદર રીતે ગુંજી ઊઠે છે ૧૯૭૫ કે ૭૬ માં શ્રી કૃષ્ણ લીલા કરીને ગુજરાતી પિક્ચર આવેલું તેમાં આ ગીત હતું અને રાજકોટ રેડિયો સ્ટેશનથી હમેંશા પ્રસારિત થતું હતું.

  6. સ્કુલ પછી ક્યારેય ભૂલાયું નથી.
    આપ નો ખુબ ખુબ આભાર.
    આ વેબ સાઈટ સુપ્રબ છે

  7. ખુબ સુન્દર પ્રભાતિયુ આવુ સંદર પ્રભાતિયુ સાંભળવાની મજા આવી
    તમારો ખુબ ખુબ આભાર આ વેબ સાઈટ સુપ્રબ છે
    સ્કુલ પછી ક્યારેય ભૂલાયું નથી.

  8. Hi, I was watching Mahabharat and suddenly scene came of this song and felt to sing, but as many years passed last since time remember this KAVITA. So get on net and found it. Almost cry when hearing it with such a wonderful tune and voice.
    Great work is done by up loader.
    Million thanks.

  9. I like Bhajan / Prabhatia Special Written by Narsi Bapa, Mira MAA & Ganga Shati.

    All are having Devotional Message.
    For Krisna Bhakti this all Devotional Songs Play Good Role along with self realisation too.

    Atlast I am Very Much Thanksful to Tahuko & there Team

  10. આ કાવ્ય નું પઠણ કર્યા પછી બાળપણ યાદ આવી ગઇ…
    M.A.PATEL

  11. બહુ સરસ કાવ્ય….
    આ સાંભળી ને મને મરા નાનપણ ની યાદો આવે છે….
    ૫ મા ધોરણ મા આ કાવ્ય આવતુ હતુ…..

  12. આ તો અમારે રોજ સાંભળવાનું ગીત છે. અસલ ગુજરાતી કવિતા. સ્કુલ પછી પણ ક્યારે ભૂલાયું નથી.

  13. ખુબ સુન્દર પ્રભાતિયુ , મારી ફેવરીટ કવિતા આભાર્….

  14. ખુબ જ સરસ વરન કર્યુ .. જાને નરસિહન મેહતા એ આ પ્રસન્ગ રુબરુ જોઈ ને વરન્ન કરે.
    અતિ પવિત્ર અનુભુતિ કરવતુ ભજન.

  15. Bachpan man mari sakhi Vijya mane aa & shrven nu shikhwadti hati,ane mari pase thi ginan shikhti hati aa atyare pan mane akhu yaad chhe shrven na shabdo yaad nathi, mukva maherbani karsho.

  16. જલ કમલ ચ્હાન્દિ જને બાલ…ગયિક ૧.દમિયન્તિ બાર્દઐ..૨.યાદ નાથિ આવ્તુ…!પચ્હિ થિ કહિશ આભાર્…રન્જિત્

Leave a Reply to Mrs Malkan Cancel reply

Your email address will not be published. Required fields are marked *