સફળતા જિંદગીની…. – બરકત વિરાણી ‘બેફામ’

ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી… છેલ્લા 1 મહિનામાં લગભગ 5-6 જેટલા ‘Construction In Progress’ projects નું audit કર્યા પછી આ વાત મને કદાચ વધુ સારી રીતે સમજાય છે..!! 🙂

પણ સાચ્ચે.. ગઝલનો મત્લા (પ્રથમ શેર) એવો જાનદાર છે કે આખી ગઝલ વાંચવા મજબૂર કરી દે..!! અને આવા શાનદાર શબ્દોને જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં ‘ધનાશ્રી પંડિત’નો દમદાર અવાજ મળે, ત્યારે સાંભળનાર ડોલી ના ઉઠે તો જ નવાઇ..!!

.

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

– બરકત વિરાણી ‘બેફામ’

(આભાર : રીડગુજરાતી.કોમ)

24 replies on “સફળતા જિંદગીની…. – બરકત વિરાણી ‘બેફામ’”

  1. વાહ્,મજા આવિ.દેીલ્ દિમાગને અસર કરે તેવિ બેફામ સુન્દર ગઝ્લ્.

  2. ..તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
    કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

    વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
    અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?…

    સાચ્ચે જ સરસ!!!

  3. મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
    મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

    તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
    કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

    અદભૂત વણૅન….!!!!

  4. Beautiful soul stirring gazal.
    Liked part about thorn,there is a limit on suffering too…………after that healing begins!!!!!!!!!!!!!!
    I guess that is why they call it mother tounge because gujrati gazal hits you hard and tugs at your heart just like a mother………..

  5. can i get barkat viraani’s singer other than Bhupandersingh ekla j avyaa manva ekla javana.. sang by any other male or female voice. please.

  6. કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
    જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.
    ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’……વાહ્!

  7. ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
    પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

    આના થી વધારે નિખાલસ્ બિજુ શુ હોઇ શકે?

    સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
    પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.
    ફ્ક્ત વાહ્!
    સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
    ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

  8. I WOULD LIKE TO KNOW WHY AM NOT BE ABLE TO HEAR THE TRACK AT TIMES EVEN IF I CLICK THE RIGHT KEY?
    KETUBHAI DESAI

  9. hello jayshree ..koini 40th b day mate shayari athva gazal or poetry joiye che .any suggestions. also L.A. ma gujrati sammelan hoito pl.inform if you can

    aabhar

    Harsha

  10. hello jayshree,
    gazal bahu j saras che
    pan teni ek line vagi ne bandh thai jay che to kyarek start j thati nathi to jara repiar karavava vinanti

  11. ‘બેફામ’ સાહેબ માટે જેટલું પણ કહીએ અથવા લખીએ, પૂરતું નથી.. એક થી એક ચઢિયાતા શેર..

    સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
    ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
    બેનમૂન શેર

    ‘મુકેશ’

  12. તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
    કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી
    વાહ મજા પડી ગઈ!!!!!!!!!
    સરસ ગઝલ
    આભાર Jayshree

  13. Very frank, firm and truth is uttered in this gazal from deep corner of the heart. person has to devote time to understand the theme after this creation and take lesson from it. thanks!

Leave a Reply to pankaj jain Cancel reply

Your email address will not be published. Required fields are marked *