સાંજ….

સ્વર : ભાસ્કર શુક્લા

This text will be replaced

એક તું નથી અહીં તો સાવ ખાલી ખાલી સાંજ,
જીવન સળગતી પ્યાસ ને તુટેલ પ્યાલી સાંજ.

એક એક શ્વાસ તરબતર છે તારી યાદ થી,
જાહોજલાલી આપની ઉજવે સવાલી સાંજ.

કઇ કઇ રીતે દિલ ને દિલાસા દઉ છું, શું કહું?
ખુશ્બુનો તારી પત્ર લઇ આવે ટપાલી સાંજ.

છલછલતી આંખ તાકી તાકી તારી રાહને,
ચૂપચાપ એ ઘુંટાતી હો મહેંદીની લાલી સાંજ.

4 thoughts on “સાંજ….

 1. Zankhana

  એક એક શ્વાસ તરબતર છે તારી યાદ થી,
  એક તું નથી અહીં તો જીવન સળગતી પ્યાસ…

  Reply
 2. Asha

  …કઇ કઇ રીતે દિલ ને દિલાસા દઉ છું, શું કહું?
  ખુશ્બુનો તારી પત્ર લઇ આવે ટપાલી સાંજ.

  છલછલતી આંખ તાકી તાકી તારી રાહને,
  ચૂપચાપ એ ઘુંટાતી હો મહેંદીની લાલી સાંજ…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *