લ્યો, અમે તો આ ચાલ્યાં. – તુષાર શુક્લ.

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી.
ગાયક : આરતી મુન્શી , આશિત દેસાઇ.

.

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

31 replies on “લ્યો, અમે તો આ ચાલ્યાં. – તુષાર શુક્લ.”

  1. જ્યારે પણ સાંભળું છું ઓછામાં ઓછું ૧૦ વાર તો સાંભળું જ છું…
    આખી રચના જ ખૂબ ગમે છે પણ વધુ ગમતી પંક્તિઓ ..

    ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું
    યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
    અંતરના અંતરને એમ સ્હેજ માપીને
    લ્યો, અમે તો આ ચાલ્યાં.
    લ્યો, અમે તો આ ચાલ્યાં.
    લ્યો, અમે તો આ ચાલ્યાં. ……………

  2. કેટલીક વાર શબ્દો માનવીના મુખમાંથી નહિ પણ હૃદયમાંથી સરી પડે અને તે લાગણીઓથી ગૂંથાય ત્યારે બની જાય ગજલ. કહેવાય છે કે કાવ્ય કે ગઝલની પહેલી પંક્તિ ઈશ્વરની દેન હોય છે.
    આવવું ને જવું જીવનની વાસ્તવિકતા છે. જતાં જતાં આવી ખુમારી લઈને જશું તો દુર જવાનો અફસોસ નહિ થાય

  3. superb….. completely speechless…..
    please tell me how can i download songs from your site?

  4. જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
    ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

  5. લ્યો અમે તોહ કમેન્ટ આપિને આ ચાલ્યા…!!
    લ્યો અમે તોહ કમેન્ટ આપિને આ ચાલ્યા…!!

  6. જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
    ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

    In tapakte ashko se apne dil ki pyas bhujaye hum chal diye,
    Ghabraye hum, akele hue hum, apne nishano ko mita kar hum chal diye,

  7. ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .

    ફૂલ ઉપર ઝાકળનું …..બે ઘડી ઝળકવાનું….. યાદ તોયે રહી જાતું… બેઉને આ મળવાનું;

    લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .
    લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .
    લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .
    લ્યો, અમે તો આ ચાલ્યાં.. . . . .

  8. હુ ફ્કત એટ્લુજ કહિશ્ “શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.”

    સ્વરબધ ક્રરનાર્….રચનાર…સ્રર્વે ને સલ્લામ્…..બેમિસાલ્…….

    સાભળ્યા જ કરુ……મદમસ્ત થઈ ગયો….

  9. આ ગેીત મારુ સૌથેી મનપસન્દ છે. I love it the most… Sweet words and how great analogies are given it. I really appreciate the effort made by writer as well as singers and musicians…. Thank you all you guys.

  10. ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
    અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

    Beautiful……..My favorite Asit Desai……all time great.

  11. ખરેખર ખુબજ સુમધુર સ્વર્ રચના.

    રવિન્દ્ર વ્યાસ્

  12. ….લ્યો, અમે તો આ ચાલ્યાં…kaash em chlatu hot…

    જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

    ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું ..યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
    અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

  13. ખરે ખર ખુબ સુન્દર રચના ચે મને ખુબ ગમઈ પન મારે ચેલ્લિ લાઇન સાન્ભ્લ્વિ ચે,

  14. સરસ ખુબ સરસ ગેીત…સામ્ભળેીને આન્નદ થયો ધન્યવાદ

  15. Well, I rarely use to hear the gujarati songs but this song is really a good song composed by.
    I also like the voice of both singer ‘aarti munshi’ and ‘aasti desai’
    so if you people know about other songs of this album than please let me know.
    Thank you.

  16. જીવનના અંતિમ સત્યને સ-રસ રીતે અભિવ્યક્યત કરતા આ મજેદાર સંગીતસભર ગીતનો ટહુકો સાંભળીને ઘટમાં ગૂઢ ગુંજારવ થઈ ગયો.
    ગાનાર, લખનાર ને પીરસનાર સહુનો આભાર.

  17. fantastic, CONGRATES for this amazing website
    Wah bhai wah, I feel I am in Gujarat even though I am in Canada

  18. સાભડી જાણે મારુ મન દુર કૈક બીજા જ વીસ્વ મા ખોવાઇ ગયુ…..
    જાણે હુ ક્યાક સાન્ત જગત મા આવી ગયો…..

  19. hu ‘sarswati chandra’ je gordhanram madhavram tripathi likhit che tenu koi saransh hu goti rahi chu jo mane koi help tahi sake.

  20. આભાર.

    તમારો બ્લોગ ની રચના ગમી અને હું ક’ઈ કવિ નથી પણ મને ગુજરાતી સાહિત્ય ગમે છે તેથી જે ચોપડી આવે તે હું વાંચુ છું અને લખી નાખુ છું અને મે એક બીજો બ્લોગ જે નવલકથા અર્થાત મેં જે વાંચી છે કે વાંચુ છું તેના થોડાક વાક્યો મને સારા લાગ્યા હોય તે એમાં મુકુ છું, મુલાકાત લેજો.મારા બ્લોગ નુ સરનામું : http://ashok3b.blog.com

Leave a Reply to Pinki Cancel reply

Your email address will not be published. Required fields are marked *