જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

ટહુકો શરૂ કર્યાના થોડા જ દિવસોમાં મૂકેલું આ ગીત મારું ઘણું ગમતું ગીત..! હરીન્દ્ર દવેના શબ્દો, અને એમાં પરેશ ભટ્ટનું સ્વરાંકન..

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

મઝાની વાત એ છે કે આ રેકોર્ડિંગમાં પરેશભાઇના સ્વર-સંગીત સાથે એમણે ગીત વિષે પણ વચ્ચે વાતો કરી છે, કવિતાની થોડી વધુ નજીક જવામાં એમની વાતો જરૂર મદદ કરશે.

.

—————————-
Posted on : June 30, 2006
સ્વર : પ્રણવ મહેતા

સંગીત : પરેશ ભટ્ટ

smoky

.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

(કવિ પરિચય)

31 replies on “જાણીબૂઝીને – હરીન્દ્ર દવે”

  1. આટલા અબોલા પછી આવો સવાલ, કહો
    કેમ કરી ઊતરવું પાનું?
    મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
    ખોલીએ તો બોલવાનું બ્હાનું !

    This happens to me all the time!! 🙂

    Thanks for sharing this song.

  2. khubaj sundar rachana ,sambadhoni madhurata ne sathe vivek chhe,sharamayani nazakat chhe,thoda shabdoma juna sambadhoni mithashnu je lavanya chhe teni koi upamaj na hoi shake.ek shabdama thodi samajna padi je”utavanu panu”.tya prass saro bese chhe pan lagyu ke tya shabdik ferfar hoyto kevu?
    mane koi prakarni favat chhej nahi etale kxama chahu chhu.

  3. …વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
    ચાલતી દીવાલ થકી ઇંટો ?
    ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
    કોરો રહે સ્મરણોનો વીંટો ?

    દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
    આપણી વચાળે જરી પ્રેમ છે ?….

  4. ખુબ સરસ કાવ્યરચના…મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
    ખોલીએ તો બોલવાનું બ્હાનું !કેવો છે પ્રેમ જેમા બધુ કેહવાય છે?

  5. ઋઇશિત ઝવેરિ, પરેશ ભટ ના પ્રોગ્રામ સુરત મા થયેલ તેના વિશે લખેલ ૧૪.૦૭.૦૯ તો એ પ્રોગ્રામ નુ રેકોર્દિન્ગ ક્યાય થિ મલે ખરુ ?? ટેલિફોન નુમ્બેર્ ૦૯૩૨૧૨૬૬૬૫૫ જયેશ મેહ્તા

  6. આ ગિત અન્ય ગાયકોના સ્વર્માન ઉપલબ્ધ ચ્હે કે કેમ ?

  7. આવા સુન્દર ગીત ને ગમે ત્યારે સામ્ભળો, ખરેખર પાન્ખ ફુટી જ નીકળે.
    આજ ગીત વડીલ શ્રી પુરુશોત્તમ ઉપાધ્યાય ના કન્ઠે સામ્ભળુ ચ્હુ રોજ.
    બહુ જ સુન્દર ચ્હે.

  8. કવિ હરીન્દ્ર દવે ની આ ઉત્તમ કવિતા છે અને રહેશે,આ બાબત નો કોઈ બે મત નથી! જયા ડાળે લીલુ પાન જોયુ અને હરીન્દ્ર ભાઈ તમે યાદ આવીયા! ગીત ગઝલ ની કળા હ્ર્રીન્દ્ર ભાઈને હસ્તસિધ્ હતી…….

  9. આ સુંદર ગીત ની બીજિ એક નવાઇ પમાડે તેવી ખાસિયત કહુ?? મને સ્વ્.પરેશ ભટ્ટ ના ખુબ જ નજીક ના મિત્ર અને અમારા સંબધી પાસેથી જાણવા મળી હતી.આ ગીતનુ composition તેમને પોતાના મિત્ર માટે યુવક મહોત્સવ મા રજુ કરવા માટે કર્યુ હતુ અને તે પણ યુવક મહોત્સવ શરૂ થવાના અડધો કલાક પહેલા ફક્ત ૧૦ મિનિટમા! અને આ ગીત ધ્વારા તેમના મિત્ર સમગ્ર યુવક મહોત્સવ મા પ્રથમ આવેલા. આવા હતા આપણા “અમર” પરેશ ભટ્ટ.

  10. Hellow Jayshree !
    feel very good to listen this composition. i m working with all india radio rajkot and paresh bhatt was (is) our family member.

    thanks !

    vasant

  11. ગુજરાતી સુગમ સંગીતનું એક અનમોલ રત્ન નાની વયે આપણા સહુ થી અળગુ થઇ ગયુ તેનો અફસોસ સ્વ.પરેશ ભટ્ટ ના compositions સાંભળીને થાય. તેઓએ ૨૩-૨૪ વર્ષની ઉમરથી જ એવા compositions આપ્યા કે તેઓ ગુજરાતી સુગમ સંગીત ના દિગ્ગજ કલાકારો ની હરોળ મા બેસી શકે. એક્ composer તરીકે હુ ગુજરાતી સુગમ સંગીત મા કોઇ ને આદર્શ માનતો હોઉં તો તે સ્વ.પરેશ ભટ્ટ જ છે. આજે તેમની સ્મ્રુતિ મા સુરત મા કાનજીભાઇ દેસાઇ હોલ મા તેમના ગીતો નો program છે. તેમનો વિશાળ ચાહક વર્ગ ત્યાં આવે તો તેમને સાચી સંગીતમય શ્રધ્ધાંજલી આપી ગણાશે.

    જયશ્રી દીદી ને મારી એક ફરમાઇશ છે કે સ્વ.પરેશ ભટ્ટનુ composition “રાધાની લટણી” અને “માત ભવાની” પ્રાર્થના જે ૧૭ માત્રામા તેમના ધ્વારા compose થઇ છે તે તમારી પાસે હોય તો ચોક્કસ post કરજો. ગુજરાતી સુગમ સંગીત ના કોઇપણ ચાહક ને આ ગિતો સાંભળિ ને તેમને સલામ કરવાનુ મન થશે તેની હુ ખાતરી આપુ છુ.

  12. તમરો ખુબ ખુબ આભાર ….આપ્નિ પાસે મન મદે ત્યા મેદો રે મનવા ગિત હોય તો મુકવા વિનન્તિ

  13. “દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
    આપણી વચાળે જરી પ્રેમ છે ?”

    “જરૂર પ્રેમ છે!”

    મારું બહુ ગમતું સરસ ગીત છે.

  14. શ્રી હરીન્દ્ર દવેની ગુજરાતી સાહિત્યમા કોઈ સરખામણીની શક્યતા જ નથી, એમના ગજાના સાહિત્યકાર કે પત્રકાર બહુ ઓછા છે, ગીતની ભાવવાહી સ્વરાન્કન અને ગાયકી માટે અભિનદન…

  15. Pehli vakhat aa song Gujarat Samachar ma Vaanchi hati. Aant ma lekhake bahu saras vvakay lakhyu hatu,
    મને પાલવ નું english પુછ મા અહીં તો આંસું પણ ટીસ્યુ થી લુછાય છે.

  16. ઓલ ટાઈમ ફેવરેટ
    પેહલી વાર વાંચતાજ યાદ રહી ગયી હતઈ

  17. આભાર રાકેશભાઇ. પોસ્ટમાં જરૂરી સુધારો કરી લીધો છે.

  18. આ ગીતનુ composition સ્વ.પરેશ ભટ્ટનુ છે.આ બાબતનો tahuko.com મા ઉલ્લેખ નથી થયો તે નવાઇની વાત છે.

  19. When I was learning singing from Shri Saumil Munshi, he taught me this song as a second lesson. Today listening to this song, I emotionaly miss him and my vocal bethak morning lessons at his home. He used to focus on purity of each curve and shape of a word in the song.

  20. Actualy read this one on ઊર્મીસાગરની વેબસાઇટ સહિયારુ સર્જન. and at the end read on comment by you jayshree, for that you had this one on your website. really nice written and sung too. thanks for sharing. actually that website i find from you, from the link on તુષાર શુકલની રચના ‘ મોસમનું ખાલી નામ છે ‘ .

  21. Hi Jayshree, I have always read this kavita many times but I heard it for the first time. It’s very good to actually hear it singing…

    Thanks for sharing…

  22. Hi Jayshree… I knew this kavita for a long time, but first time actually heard it! It is really good when u hear it singing….

    Thank you for sharing…

  23. vaayra thi nadiya ne………smarano no vinto..

    aa panktio mari pase noti. mein aa kavya murabbi shri shahbuddin rathod ni cassette ma sambhdelu!!
    aaje aakhu kaavya sambhdi ne anand thayo.
    khoob khoob abhar

  24. વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
    ચાલતી દીવાલ થકી ઇંટો ?
    ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
    કોરો રહે સ્મરણોનો વીંટો ?

    સરસ કાવ્ય. પુ.ઉ.ના કંઠે સાંભળ્યું હતું.
    ઉપરની કડીઓનો અર્થ બરાબર સમજાયો નહીં.

    • This is a poetry of reflections of missing the good time with sweetheart. On one hand, the emotions of something that is bothering both of them is pevelant and on the other, the heart is bleeding with the sweet memories of good time and the warmth and love for each other .
      The poet uses mother nature and what is around the person to relate to the bundle of memories. On one hand, there is joy of those moments drenching one’s heart and on the other I am reminiscing memories with her.

      This is the poem of my college days and has lived through these emotions in my life. I hope this helps.

Leave a Reply to sapana Cancel reply

Your email address will not be published. Required fields are marked *