સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત

.

હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

38 replies on “સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત”

  1. Dear,

    Do anybody have lyrics for the following Gujarati old TV show’s title song?

    હું તો સુરજમુખીનું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ.

    Will appreciate for all your help

    Regards,
    Manisha

  2. હ. હું આ જ ગીતની વાત કરતો હતો.જેને જેને ગુજરાતી ભાષા ગમે છે તેમને આવા ગીતો ગમશે. આપણી ભાષા સમૃધ્ધ ચ.છે અને તેનુ મને અભિમાન છે.

    જયસિંહ ભકતા. ગુજરાત.

  3. આ ગીત ગમ્યું. અવાજ સુંદર છે. મારી વિનતી જુના ગીત જેના શબ્દો ક્ષ્હે છે

    સાયબો મારો ગુલાબ નો છોડ હું તો વેલી લવિંગ ની.
    રહેશું જીવન માં જોડાજોડ, પાંખો આવી પતંગ ની.

    ગાયક ઘણુ કરીને મોતિબાઈ છે. કવી કદાચ શ્રી પ્રભુલાલ દ્વિવેદી હોઈ શકે.

  4. આંખોની વાત હવે હોઠો પર લાવીએ
    ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
    Awesome Song

    Thanks
    How can i download it ?

  5. ઘના વખત પચ્હિ આ સમ્ભલ્યુ..
    આનન્દ થૈ આવ્યો..
    આભાર્..

  6. હમ્ના જ થોડા વખત પહેલા મારી સગાઈ થઈ.. બસ આ ગીત ૧ વખત એમની માટે ગાવુ છે..
    જ્યારે પણા આ ગીત સામ્ભળૂ છુ ત્યારે એમની માટે ગાઈ રહી હૉઊ એવુ જ લાગે છે..

  7. thank you sir, this song is one of my favourite gujarati song.
    thank u 4 such a wonderful song

  8. thank u so much for uploading this song! this is one of my favorite compositions by my father, Shri Kailas Pandit. I really appreciate it!!

    Regards
    Aditi Pandit

  9. first time I heard this song from one of my friend.too good sond. Mane tart j e ni yaad ave che aa song sambli ne,.

  10. મે પહેલિ વાર આ વૅબ્સાઈટ જોઈ. અદભત. મને “માધવ કાયય નથિ મધુવન મા…..” સાભાળવુ છ.

  11. માનનીય જયશ્રીજી,
    આજ ગીત નીલા ઉપાધ્યાય ના સ્વર મા સાભળવુ છે. Could you please do for me if possible ?

  12. wooopppppiiiiiiiiiiiii.
    thank you..so much..
    I am very impressed as I got reply of my request the next day..
    Great …Jayshree mam… Hats off…

  13. ડઊનલોડ કરવાના બદલે વારંવાર ટહૂકો.કોમ પર જ સાંભળવા જોઇએ. ખરેખર ખૂબ જ સરસ ગીત છે. આભાર…………….

  14. પ્રિય જયશ્રીબેન,

    ખૂબ જ સૂંદર ! આ ગીતો એક સાથે જોઇને ખૂબ આનંદ થયો !
    આભાર.

    પિનાકિન પરીખ, આણંદ

  15. જયશ્રેીદિદિ ,
    મને આ ગેીત બહુ ગમે ચ્હે પન download કેવિ રિતે કરવાનુ એનિ ખબર નથિ પદ્તિ…..

  16. plz try to find out the same song sung by soli kapadia and nisha upathyay. i can help u by giving some guideline that i have listen the same song by soli and nisha on ETV GUJARATI.

  17. રોપીને આસપાસ મહેંદીના છોડને
    માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

    Meaning of ths 2 lines r awesome… seriously nice song….

  18. ક્યાક દુર મારી પ્રેમીકા મને સાદ કરી રહી ચે…………

    બસ સાભડી એની યાદ આવે ચે.

  19. નદી ને સાગર થવાના જાગ્યા કોડ ,, વાહ !!!
    આભાર …

  20. Please try to put some of the composition sung by Soli Kapadia

    Ashish Joshi
    Rancho Codova
    California

  21. મને બે પંક્તિ યાદ છે !:—-
    સાહ્યબો મારો ગુલાબનો છોડ ,વેલી હું તો લવંગની;
    ઊભાં જીવનમાં જોડાજોડ,પાંખો જેવી પતંગની !
    વર્ષો પહેલાં ગામડામાં ભજવાતી રામલીલામાં આ
    ગીત સાંભળેલુ.

    • હ. હું આ જ ગીતની વાત કરતો હતો.જેને જેને ગુજરાતી ભાષા ગમે છે તેમને આવા ગીતો ગમશે. આપણી ભાષા સમૃધ્ધ ચ.છે અને તેનુ મને અભિમાન છે.

      જયસિંહ ભકતા. ગુજરાત.

    • Hu to surajmukhi nu ek nanakdu chhod mane suraj hava na bau song old sereal song send me plese

Leave a Reply to ritesh chauhan Cancel reply

Your email address will not be published. Required fields are marked *