કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

આજે ૧લી મે ર૦૧ર, ૫૨મો ગુજરાતદિન….., વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની વર્ષગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!! જુન ૨૦, ૨૦૦૬ માં પહેલા મુકેલું આ પ્રખ્યાત ગીત ફરી એક વાર બે જાણીતા સ્વરોમાં…..

સ્વર – પ્રફુલ દવે

સ્વર – હેમુ ગઢવી

* * * * * * * * * * * * * * * * * * * *

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )

kesudo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં દિલીપ આચાર્યના સ્વરમાં સાંભળો.
https://youtu.be/Izl_Lrbvqko

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

– ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)

(પ્રફુલ દવે અને હેમુ ગઢવીના સ્વરમાં ઓડિઓ ફાઇલ માટે આભાર  www.jhaverchandmeghani.com)

295 replies on “કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી”

  1. પિ.સ્.ભાઇ, આ ગિત સમજ્વા તમારે ગુરજર ના ગામ્ડાઓ મા ફર્વુ પડ્સે

  2. વાહ વાહ ગુજરાતી હોવાનો ગવૅ
    મજા આવી ગઇ
    આ ગિત મને બહુ ગમે છે આ ગીત ઘનીવાર સામ્ભળવાનુ ગમે છે
    આભાર આ ગિત મુક્વ બદલ

  3. ગુજરાત રાજ્ય સ્થાપના દિન પર્વ નિમિત્તે વિશ્વનાં કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને,ગુજરાતી હોવાનાં ગર્વ અને ખુમારીપૂર્ણ કસુંબીનાં રંગ ભર્યા વ્હાલ સાથે અનેક શુભકાનાઓ અને દિલ-ઓ-જાનથી અભિનંદન….

  4. mare etaluj kahevanu k koi to jago koi to fari kag na bani shako to kai nahi pan meghani to bano ,jene kalkatta chodi ne BOTAD ane RANPUR ne apanavyu, ne gamde gamde fari bhavishyani pedhi mate avi anek shurvir kavita ane gathao rachi, vichari ju o ajana jamana na lekhako jemke ghana badha che mare koi na nama nathi deva, pan aje loko i meen lekhako paisa pachal j dode chhe, koi ne dharati no dhabakar jagavavani echchha thati nathi , shu karu kemke hu lekhak nathi pan mane ek duho yad ave chhe k

    દુહો ઇ દ્સમો વેદ , સમજે એને સાલે ;
    બાકિ ઓલિ વિયાતણ નિ વેદ ઓલિ વાન્જણિ સુ જાણે….

    • દુહો ભલે દસમો વેદ…પણ વિયાતણ નિ વેદ ઓલિ વાન્જણિ સુ જાણે એમ કહી બિચારી વાન્જણિને કાં વગોવો. એને પણ સુવાવડની વેદના તો માણવી છે પણ….

  5. જેમનિ માત્રુભાશા ગુજરાતિ નથિ અને જેને મતલબ સમજવાનિ ઇન્તેજારિ ચે તેને માતે પન મતલબ સમજાવાનેી જરુર નથેી ?

  6. કવિ “કસુબિ નો રન્ગ્ દ્વરા શુ સન્દેશ આપવ માન્ગે ચે?

    • આ શૌર્ય ગિત નો મત્લબ સમજ્વનિ કોઇ જરુર જ નથિ. ઍતો હ્ર્દય શોશરુ ઉતરિ જાય

    • દુહો ઇ દ્સમો વેદ , સમજે એને સાલે ;
      બાકિ ઓલિ વિયાતણ નિ વેદ ઓલિ વાન્જણિ સુ જાણે….

  7. જયશ્રી,

    અતિ રસાસ્વાદ ભર્યું લોકપ્રિય આહલાદક કર્ણપ્રિય ઝવેરચંદ મેઘાણીભાઈ નું આ ગીત

    સૌને અત્યંત પ્રિય હોય જ ..

    આભાર

    રાજેશ વ્યાસ

    ચેન્નાઈ

  8. બાળક માતાના ગર્ભમાંથીજ કસુમ્બીનો રન્ગ પીએ છે,કેટલાક પીધેલુ પરમાણ કરે છે,જેમકે ભગતસિંહ,તાત્યા, ગાંધીજી વિ.
    કેટલાક પી કરી નાંખે છે.

    ચાલો સાથ્ર મળીને ગાઇએ વીર ગાથા ગુજરાતની.

  9. ધન્યવાદ!આ કવિતા બદલ તેમજ્જ ગુજરાતના
    સહિત્યને જિવન્ત રાખિ તેનિ સેવા કરવા બદલ..ધન્ય હો….!!!

  10. गीतनो विषय, शब्द रचना, अने राग अने संगीत ए बधु उत्तम छे।

    काठियावाड ना चारणो ने एवी कळा छे के धारे ते लागणी ते सांभळनारा मा उभी करी दे छे। ए देवीपुत्रो खट कवी, गाय पण खरा, ने वगाडे पण खरा।

    हवे आ गुजरातनो प्रभाव भारत पर पाडवानी जरूर छे। आवा गीतोनु भारतनी बिजी भाषामा कविताना रूपमा भाषान्तर करवानी जरूर छे।

    कोई कवि आ पडकार उठावशे तेवी आशा छे।

    जय श्री कृष्ण।
    सुरेश व्यास

  11. હો રાજ મને લાગ્યો કસુઁબીનો રઁગ !….કેસૂડાઁ યાદ આવ્યાઁ !
    કવિને શ્રદ્ધાઁજલિ !…..જય ગુજરાત !…..આભાર !

  12. ગુજરાત રાજ્ય સ્થાપના દિન પર્વ નિમિત્તે વિશ્વનાં કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને,ગુજરાતી હોવાનાં ગર્વ અને ખુમારીપૂર્ણ કસુંબીનાં રંગ ભર્યા વ્હાલ સાથે અનેક શુભકાનાઓ અને દિલ-ઓ-જાનથી અભિનંદન….

  13. Thank u very much for presenting such a wonderful song on the eve of the 53rd foudaton day of gujarat.

  14. મેઘાણીનુ આ અજરામર ગીત ઘણે વખતે સામ્ભળ્યુ.મઝા આવી ગઈ.

  15. ચેતન ગઢવી ના કંઠે ગવાયેલુ આ ગીત પ્રફુલ ભાઈ તથા હેમુ ગઢવી ના કંઠ કરતા વધુ મધુર લાગ્યુ. Old is Gold.

  16. gujraat divas nimitte aatlu sundar geet sambhlaavvaa maate tamne dhanyvaad shabd naanaa lage , shabdo ane sur ,gadgad kari mukyaa . tamaaro vatan prem vandaniya chhe

  17. માતૃભૂમિ ગુજરાતના સ્થાપના દિવસને મેઘાણીજીના આ સુંદર લોક્ગીતથી શણગારવા બદલ લાખ લાખ અભિનંદન …

  18. આજે પણ આ ગિત સામભળિ ને રુવાટા ઉભા થઈ જા ક્ષે

  19. વાહ બાપુ વાહ્…કસુમ્બિ નો રન્ગ ગિત વાચ્તા જ જોશ ચડી ગ યુ..મઝા પડિ ગઇ…

  20. વહ ભૈવહ મને ખુબ અનઅન્દ અવ્યો ન ભુતો ન ભવિશ્ય્તિ જય ગર્વિ ગુજરત્……….

  21. સરસ બાપલીયા કસુંબીનો રંગ પીધા પછી -સાંભળ્યા- મજા આવી ગઇ

  22. આ સૌર્ય ગાનની હમેશા વિશેષતા એ રહી છે કે કોઈપણ ઉમરની વ્યક્તિ, કોઈપણ સમયે, જેમ વધુ સંભાળે તેમ વધુ ને વધુ મઝા આવે. આ ગીતને વાંચી – સાંભળીને નવચેતના જાગૃત ના થાય, શૂરવીરતા સળવળે નહીં તો માનવું કે આપણે સંવેદના ગુમાવી ચુક્યા છીએ, માનવ મટી પત્થર બની ગયા છીએ………. ટહુકો.કોમને કોટી – કોટી વંદન…… આભાર સહ … આપનો સ્નેહાધી

  23. આ સૌર્ય ગાનની હમેશા વિશેષતા એ રહી છે કે કોઈપણ ઉમરની વ્યક્તિ, કોઈપણ સમયે, જેમ વધુ સંભાળે તેમ વધુ ને વધુ મઝા આવે. આ ગીતને વાંચી – સાંભળીને નવચેતના જાગૃત ના થાય, શૂરવીરતા સળવળે નહીં તો માનવું કે આપણે સંવેદના ગુમાવી ચુક્યા છીએ, માનવ મટી પત્થર બની ગયા છીએ………. ટહુકો.કોમને કોટી – કોટી વંદન…… આભાર સહ … આપનો સ્નેહાધીન
    ……….. અબ્દુલ શેરસિયા

  24. શાલા મા આ કવિતા શિખવવામા આવિ હતિ.ત્યાર થી જ આ કવિતા ખુબ ગમતી,
    ઘણા વરસો બાદ સામભળવામા આવી. મજા આવી ગઈ.

  25. મમ્મીનુ ખુબ વ્હાલુ ગીત…જ્યારે પણ એમને સંભળાવો કે સાંભળે તો સાથે સાથે ગાય…શુરવીરની વાતો…શુરતાની વાતો એમની પ્રિય વાતો…ઇતિહાસના પિરિયડમાં “ઝાંસી ની રાણી ” વાત કેહતા કેહતા મુડમાં આવી જાય…ક્લાસમા પણ પીન ડ્રોપ સાયલન્સ….શિવાજીનુ નાટક છોકરાઓ પાસે કરાવેલુ….ને પાંચસાત વર્ષના છોકરા પર નક્લી મુંછો લગાડેલી… ને ડાયલોગ બોલતી વખતે મુંછ પકડી ને બોલવાનુ હતુ કે…તો મારું નામ શિવાજી નહીં..જુસ્સામાં મુંછ જ હાથમાં આવી ગયેલી….સ્ટેજમાં સાઈડ પરથી મમ્મી પ્રોમ્પ્ટ કરતા હતા પછી નો ડાયલોગ…
    બધું યાદ આવી ગયું…શ્રી ઝવેરચંદ મેઘાણી નુ આ લોકગીત મારુ પણ એટ્લુંજ પ્રિય ગીત છે..હતુ ને રેહશે….
    બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
    ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ મને લાગ્યો કસુંબીનો રંગ…

  26. આ ગિત મને બહુ ગમે છે આ ગીત ઘનીવાર સામ્ભળવાનુ ગમે છે.

  27. મ્ઝા આવિ ગૈ ભૈય્.great pleasure to hear this song after years…what a voice gr8….. Thanks.

    • વિસન્ગત કોમેન્ટ કમલેશભાઈ!!ગેીત લખાયુ ત્યારે ભગવા-લેીલા નેી વાતો કરનારા જનમ્યા પણ નહિ હોય!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *