વાંસળીથી વિખૂટો થઇને આ સૂર

સ્વર : નિશા ઉપાધ્યાય

(ગીત સાંભળીને મેં અહીં શબ્દો લખ્યા છે. જ્યાં ભૂલ થઇ હોય ત્યાં ઘ્યાન દોરવા વિનંતી કરું છું.)

radha_krishna_PZ14_l

.

વાંસળીથી વિખૂટો થઇને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય..
કે મારગની ધૂળને, ઢંઢોળી પૂછે, મારા માધવને દિઠો છે ક્યાંય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય..

યમુનાના વ્હેણ, તમે મૂંગા છો કેમ? કેમ રાધાની આંખ આ ઉદાસ…
વહી જતી લહેરખી ને વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ…
કે બાંવરી વિભાવરીની ના પગલાંથી લાગણીની રાતરાણી ઝાકળથી ન્હાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. – વાંસળીથી વિખૂટો

ઉડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે રાખશું સુંવાળા રંગ…
મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક…
કે જળમાં આ તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિ પરખાય..
કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. – વાંસળીથી વિખૂટો

29 replies on “વાંસળીથી વિખૂટો થઇને આ સૂર”

  1. dear Oha June 2006 nu aatlu sunder geet paan kher aamo FB ma Sabhya nahota ke Jaan paan nahi…so..
    Ke sur ek Kadamb ni Daal……Nisha bahen dhanyavaad…..sunder avaz..laheko..utar-chadhav…..
    Thnx to Chitralekha my Lovely Daughter thru whom I could be able to Listen….
    Last as Uasual….BEST COLLCTIONS OF TAHUKO.COM…
    GOD BLESS ALL..
    JAY SHREE KRISHNA
    SANATBHAI DAVE
    ( FINDLAY OHIO USA….)
    12.6.12..@ 9.37 AM…

  2. Jayshree,
    Thanks for uploading this garbo with lyrics, I do remember I requested you before sometime. Today I have seen this and became happy. Thanks.

  3. THIS SONGS (BHAJAN)IS VERRYGOOD I LIKE IT, PLS DOWNLOAD LINK
    મારે આ ગેીત જોઇ ચ્હે.

  4. સુંદર અતિસુંદર સાંભળીને એક ભાવનું વિશ્વ મણવા મળ્યું.

  5. જયશ્રીબેન મારે “વાંસળી ઓ વાંસળી તોય તું માધવના હોઠને અડી..”આ ગીત સાંભળવું છે.

  6. Very True, Archana, I am also one such fan who used to dance to Nisha’s sweet garbas at Mashakti (Arki) garba at Baroda. Without her there is a void of female singers at Rishabh. Nisha you are the Best!!!!!! Bina.

  7. Those who loved this voice must go through the old garba by Rishabh group. Nisha has sang all the song beautifully. She is simply superb and fantastic…….. its her voice that makes us feel the real depth of VIRAH……… njoy !!! n keep sharing. Akhare TAHUKO e biju kasu nai pan Sur ane Shand no Subhag Samnvay j ne………

  8. This is one of the garabo by Rishabh group and d singer is none other than Nisha Upadhyay. She happened to be in the Rishabh group in early start of Maa Shakti Garba at Vadodara. She was the one who used to estlablish gr8 passion for garba in all garaba lovers with her singing rythem. Still Rishabh could not replace the place of Nisha …… presonally many are such who miss her voice and her singing depth…………

  9. બહુજ ભાવ્ ભિનુ ગિત! આન્ખ મા પાનિ આવિ જાય્ . Really very toucy. Thank you so much!

  10. કૃષ્ણગીત બધાં ખુબ જ સરસ હોય, તેમાં પણ કૃષ્ણ ના વિરહગીત એટલે તો પૂછવુ જ શું,!!! ભાવવાહી ગીત છે, ફાઈન,,,,,,,……

  11. Hello Jayshreeben,
    If I am not mistaken this song is sung by Rupa Bawari. This song also mention her Bawari name. Please excuse me if I made a mistake. Please put some more beautiful songs from her album.
    Thanks.

  12. શ્રી જયશ્રીબેન, ધન્યવાદ બહુ સુન્દર ગીત સંભળાવ્યું તમે! વાંસળીના સૂરનું ગુંજન કાનમાં સતત કાનુડાની યાદ આપ્યા કરશે.ગીતના લેખક અને સૂરને રેલાવનારા નો નામ મળશે તો વધુ આનંદ થશે.
    દિનેશ ગુસાણી

  13. aa saras geet na gayeeka kon chhe?
    mare jaanvu chhe aavo sunder kanth haji sudhi kem ajaanyo rahyo, mara maate.

  14. You are doing wonderful job. Try to put more and more quality compositions of Gujarati Sugam Sangeet

    Ashish Joshi
    Rancho Cordova, Sacramento
    California

  15. સરસ અને સુંદર પ્રયત્ન…

    તમારી ઈ મેઈલ મળી અને તેનો જવાબ પણ આપેલ છે.

    આવા સરસ સુંદર ગીતો પ્રસ્તૂત કરતા રહેશો.

    સિદ્ધાર્થ

  16. તેં આ ગીત ક્યાં સાંભળ્યું છે? કોઇ આલ્બમમાં છે? મારે તે સાંભળવું છે. મારી પાસે કૃષ્ણ ભક્તિની બહુ જ સુંદર રચનાઓ છે ( ભજનો નહીં) હું એક કે બે કેસેટ બનાવવા માંગું છું જેમાં આ બધી રચનાઓ સમાવી લેવાય.

  17. અરેરે !વાસળીથી સૂર છૂટો પડે ?કનૈયાને મન તો
    વાંસલડી,ગૈયા,મોરપીંછ,કદંબ,રાધિકા,નંદ -યશોદા,વસુદેવ-દેવકી પ્રાણપ્યારાં હતાં!આપની પસંદ બદલ ધન્યવાદ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *