એવું કાંઇ નહીં ! – ભગવતીકુમાર શર્મા

.

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

( કવિ પરિચય )

19 replies on “એવું કાંઇ નહીં ! – ભગવતીકુમાર શર્મા”

  1. It shows the reality of today’s life.Very touchy…

    બાકીતો પહેલો વરસાદ અને એની યાદ ન હોય તોજ નવાઈ…..

  2. હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
    એવું કાંઇ નહીં !…
    એવું કાંઇ નહીં ??

  3. great trio of lyrics, composition & music….પહેલો વરસાદ સાથે કેટલી સુમધુર યાદો જોડાયેલેી હોય છે…અને એ જ વરસાદ પ્રિયપાત્રનેી હાજરી વગર દઝાડે છે.

  4. thank u very much jayshreeben!! ghana vakhat thi aa geet sambhalvani ichcha hati.. ek request che… solibhai nu j gayelu “SAAV ACHANAK MUSHALDHARE” sambhlavo ne please…
    – Jina

  5. ઘના વર્શો બાદ આ ગેીત સામ્ભલ્વા મલ્યુ ….મજ્જ્જા આવેી ગઈ…

  6. […] હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાંઇ નહીં ! […]

  7. It’s very sentimental and real geet. Great poem by Bhagavatibhai. Many many hearty congratulations!Soli has a great voice. He is living this geet to its utmost expression.

Leave a Reply to smita shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *