તમે ટ્હૂક્યાં ને… – ભીખુ કપોડિયા

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો સારસની જોડ,
પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ.

તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દ્ડ્યું…

મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઇ
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
એવી વનરાઇ હવે ફાલી સોનલ ક્યાંય
તડકાની લ્હાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં… ય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું…

31 replies on “તમે ટ્હૂક્યાં ને… – ભીખુ કપોડિયા”

  1. મારા પપ્પાનેી આ કવિતા મારેી favrait ચ્ચે.મે મારેી કોલેજમા આ કવિતા મારા અવાજે ગાઈ હતેી.એ અવસર ક્યારેય નહેી ભુલુ.

  2. this song is just now matching with the nature but really speaking today sky is so beautiful nobody can be like it.superb song.

  3. વેરિુગુદ્ સોન્ગ તમે તહુક્ય ને આભ મને ઓચ્હુ પદ્યુ

  4. Wish you many many happy returns of the day…!!! (To all people associated with this website) Wish “Tahuko” will live till eternity and keep spreading Gujju Sahitya… Enjoy….!!!

  5. બસ, ટહુક્યા જ કરે અગણિત વર્ષો સુધી.

  6. આહા, આલ્હાદક રચના છે.

    તરસ્યાં હરણાંની તમે પરખી આરત
    ગીત છેડ્યું કે કુંજમાંથી ઝરણું દ્ડ્યું…

  7. I want to play this song.i can’t .I click it but its noy playing.I am realy crazy about this song.
    Please some one can help me…….?
    KK

  8. કેમ છો જયશ્રી બેન! ટહુકાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઑ!!!!!

  9. બહુ સરસ! જવાબ નથિ. શુ કવિતા. અમેઝિન્ગ્ થેન્ક યુ.

  10. ‘અમર ગીતો’ ચોપડીમાંથી આ શબ્દો વેલાયા છે. મારા મત મુજબ સંગીતબધ્ધ થયેલા ગીતમાં ગાવાની સરળતા અને સુર-તાલને ધ્યાનમાં રાખીને થોડો ફેરફાર કર્યો હોઇ શકે.

  11. you have posted like this…

    લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
    જેમ ઊજળી કો સારસની જોડ,
    પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
    વાંસળીને જોડ માંડે હોડ.

    But I think it is like that
    in last line….

    “vasadi na soor mahi hele chadyu”

    i have a different verson of this of rishabh group and in both these it is like this only

  12. બહું સુંદર ગીત છે. મજા પડી ગઈ.

    તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
    ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
    આખું ગગન મારું ઝોલે ચડ્યું…

    કેટલું બધું કહી જાય છે ગીત ના આ શબ્દો…

  13. અત્તિ સુંદર શબ્દો છે ,, અને સાંભળવાની તો મજા જ ઓર છે ,, આભાર.

  14. Some problem with my PC. I can’t type in Gujarati. I can’t listen also on my PC due to sound card problem
    Simply beautiful.
    I heard this beautiful song in my car yesterday, the umpteenTh time. It is in an album, of Ajit Sheth ‘ Tahuke chhe leelee chhamm DaaL’ Very melodious.
    Tame is meant for poet. and the singer is the reader of poetry. This is the interpretation by Harish Bhimani- the announcer in the Album. The bhaav of this poem is – the effect a good poetry makes on our being.

  15. સર્જક અને ગાયક બન્ને દાદ માગી લે છે !આવા ટહૂકા અને કંઠ દરરોજ જોવા તથા સાંભળવાની અદમ્ય ઇચ્છા રોકી શકાતી નથી !

  16. Thanks for sharing this song, it is nicely composed also & nicely sung too, marketed by Music Center, vallabh vidhyanag, Anand.

Leave a Reply to Raksha Rathod Cancel reply

Your email address will not be published. Required fields are marked *