રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે

ઘેરો થયો તો ઔર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં
જોઇ શકો તો જોજો કે સાકીનો રંગ છે

બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

(કવિ પરિચય)  

5 replies on “રંગ છે – હરીન્દ્ર દવે”

  1. કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
    કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

    સુંદર રંગ……..!!

  2. કોઈ અકળ ક્ષણે હુ મને ભુલી જતો………, આવુ પોતાને ભુલવાનુ ભાગ્ય ભાગ્યશાળી ને જ મળે છે, nice

  3. સુંદર ગઝલ!!

    બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
    આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

    કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
    કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

    વાહ!!

  4. અહીં તેમની જીવન ઝાંખી સાથે લિન્ક આપે તો?

Leave a Reply to sagrika Cancel reply

Your email address will not be published. Required fields are marked *