રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે

ઘેરો થયો તો ઔર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં
જોઇ શકો તો જોજો કે સાકીનો રંગ છે

બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

(કવિ પરિચય)  

5 replies on “રંગ છે – હરીન્દ્ર દવે”

 1. સુંદર ભાવવાહી ગઝલ…

 2. સુરેશ જાની says:

  અહીં તેમની જીવન ઝાંખી સાથે લિન્ક આપે તો?

 3. UrmiSaagar says:

  સુંદર ગઝલ!!

  બદલ્યાં કરે છે રંગ ગગન નિત નવા નવા
  આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે

  કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
  કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

  વાહ!!

 4. sagrika says:

  કોઈ અકળ ક્ષણે હુ મને ભુલી જતો………, આવુ પોતાને ભુલવાનુ ભાગ્ય ભાગ્યશાળી ને જ મળે છે, nice

 5. Pinki says:

  કોઇ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો
  કહેતું’તું કોક એમાં ખુદાઇનો રંગ છે

  સુંદર રંગ……..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *