તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત

મોરપિચ્છ અને ટહુકા પર આ પહેલા ઘણીવાર સરખા સરખા લાગતા ગીતો મુક્યા છે, યાદ છે ને ? પણ આજે એક જ ગીત બન્ને બ્લોગ પર. ટહુકા પર ત્રણ અલગ અલગ રીતે એક જ ગીત સાંભળો.

મોરપિચ્છ પર એ જ ગીતની બાકીની કળીઓ મુકી છે, જે આટલા બધા ગાયકોએ આ ગીત ગાવા છતાં આજ સુધી કોઇ ગીતમાં સાંભળવા નથી મળી.

ગુજરાતી પ્રણયગીતો માં મને સૌથી વધુ ગમતા આ ગીતની એક ખાસિયત હું એ જણાવી શકું, કે એક જ ગીતમાં કવિએ પ્રેમની ઉંડાઇ ( તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી ) અને પ્રેમની ઉંચાઇ ( તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો ) દર્શાવી છે.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

( કવિ પરિચય )

Love it? Share it?

33 replies on “તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત”

 1. ધવલ says:

  Great post…. just like everyone else, it is my favorite too !

 2. Bharat Pandya says:

  Surat na ek ‘Visarat sur’ karyakramama Bhavnagarna pidh kalakar Shri Bhrgav Pandyaye , aa reecord ma na avati kadio sambhlavi hati.SambhaLnaraa mantrmugdh thai gaya hata.

 3. Bharat Pandya says:

  Maja to e vaatani chhe ke director filmama aa get mukvaj magata na hata. Dilipbhaie bahuj agrah purvak a geet mukavyu, Filmama aa geet Babu Raje gaay chhe.
  and rest is history.

 4. વાહ ઉસ્તાદ…. વાહ !

 5. UrmiSaagar says:

  મઝા આવી ગઇ જયશ્રી!
  આ પોસ્ટ કાયમ વાંચવાની અને સાંભળવાની રહી જતી હતી…
  આજે માણી….. કેટલું બધું જાણવા મળ્યું આ ગીત વિશે!

  કમ્પોસ ન કરાયેલી પંક્તિઓ પણ ખૂબ સરસ છે…

  આભાર…

 6. […] ( આ ગીતની બાકીની 4 કળીઓ અહીં મોરપિચ્છ પર વાંચો ) […]

 7. Dinesh says:

  જયશ્રીબહેન, આપના ટહૂકામાં વેણીભાઈ રચિત ગીત તારી આંખનો અફીણી..ગીતના શબ્દો સાથે સાંભળવાની ખૂબ મજા આવી તેમાંય ગીતની બાકીની કડીઓ પહેલી જ વાર જોઈ વાંચી,ખૂબ ખૂબ ધન્યવાદ.સ્વ. શ્રી વેણીભાઈ (જામ) ખંભાલિયાના હતા હું પણ ત્યાંનો છું તેનું રચિત બીજું એક ગીત પણ ખૂબ લોકપ્રિય છે મારી વેણીમાં ચાર ચાર ફૂલ… શક્ય હોય તો તે પણ સંભળાવશો.અને આગળની મારી ફરમાઈશ “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું” તે પૂરી કરી શકશો તે જાણ કરતી આપની ઈમેઈલ મળી તેથી ખૂબ આનંદ થયો.તે માટે આપનો આભાર.
  દિનેશ ગુસાણી

 8. Vivek Desai says:

  મજા આવેી ગઈ….

 9. ASHARA BHAVESH says:

  Thank…ફોર દિલિપ ધોલ્કિયા ગજલ્

 10. priyangu says:

  very good I’ve GujTyping tool but as i’m in guj i can’t type that like you people Gujrat maa gujrati lakhatu nathi.”Prabhu taaro marg shodhu chu taaraa khola maa besine tane shodhu chu Rahi ne vatan maa ghani vaar vatan ni suvaas shothu chu.

 11. chintan says:

  શબ્દો સથે આવી રમત તો કોઇ મહારથી જ રમી શકે…………..

 12. Narendra Shah says:

  બહુ જ મજા આવિ. બહુ વખત પહેલા ભવન્સ મા લલિત શાહ કોપ્વુડ ના કાર્યક્રમ મા દિલિપભાઇ નો અવાજ માણ્યો હતો એની યાદ આવી ગઈ.

 13. poonamchand,ahmedabad says:

  દિલિપભાઈ ને જ્યારે પણ સાભળુ ત્યારે તાજગી વર્તાય છે.નાનો હતો ત્યારથી તેમને સાભળતો આવ્યો છુ.અને આ ગીતે તો નશો કરાવી દિધો.આભાર જયશ્રી ક્રુશ્ન.

 14. Dilip Pandya says:

  ખુબ સમય પચિ આ સરસ ગિત સાભદિ ને ખુબ મજા પદિ ગેઈ

  ખુબ આભાર્

  ગુજરાતિ મા કેવિ રિતે તાઈપ કરવુ તે ખબર નથિ પહેલિ વખત આ રિતે તાઈપ કયુ ચે

 15. jignesh says:

  મારા તરફથિ ટહુકૉ ને અભિનંદન તેમણે ગુજરાતિ સાહિત્ય માટે મોટુ કામ કરિ રહ્યા ચે. અમારા થિ થવાય તે કરવા અમે આતુર ચે.

 16. kinjal says:

  great song…

 17. ashvin hapaliya says:

  would you please send this on my mail????

 18. Virendra Bhatt says:

  જયશ્રેીબન,

  આ ગીત નાનપણમા ખૂબ સામ્ભળ્યુ,ગણગણ્યુ હતુ.-તમારી જેમ ભાવ સમજ્યા વગર- યોગ્ય સમયે તેનો ભાવ સમજાયો અને ગીત પ્રીય થયુ. આજે છેલ્લી ચાર કડી વાન્ચીને ગીત અતિ પ્રીય થયુ છે. જીવનસાથી માટે લાગણીસભર અન્જલી સુન્દર …તમારો આભાર માનવા યોગ્ય શબ્દો નથી જડતા.

 19. Prafull Piaplia says:

  jayshreeben,

  I had till today had only heard first 2 stanzas and had never heard or read the other stanzas. great ang glad to read these. could u pls email me this poem which is one of my favourite.thanks.
  prafull pipalia

 20. DINESH says:

  તારાઆખનો અફિનિ આખકુ હોત તો મજા આવિ જાત .

 21. harshit says:

  ગુજરાતી સાહિત્યની અમર રચના છે. ટહુકો આવા અફીણનુ રસપાન કરાવતુ રહે

 22. Suresh Vyas says:

  આ હર સમય તાજુ ગીત ગાયક મુકેશે પણ ગાયુ છે જે ટ્યુબ પ છે.
  આ ગીતથી કોઈ ગુજરાતી કદી કન્ટળે તેવી કોઈ શક્યતા જ નથી.

 23. Suresh Vyas says:

  આ નિચેના સબ્દો નો અર્થ તો ખબર છે પણ કવિ શુ કહેવા માગે છે તે કોઈ કહેશે તો આભારી થઈશ્.

  પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
  અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો.

  આન્ખોની પડખે પરબડી એમ જો મૂળ શબ્દો હોય તો તો એમ લાગે કાઈક આન્સુની વાત છે.

 24. riddhi.bharat says:

  સામભિળ ને મ્ન્ત્ર્મુગ્ઘ થ્ય જ્વય એવુ પ્ર્ન્ય ગેીત ચે.મારુ ખુબ ગ્મ્તુ ગેીત્.વારેવારે ગુન્ગુનાવાનુ મન થાય્

 25. riddhi.bharat says:

  જ્યશ્રેીબેન ખુબ જ ધન્ય્વાદ્.તમે આત્લુ બ્ઘુ ક્યાથેી મેલ્વો ૬ઓ?

 26. Ashish Hande says:

  તહુકો ને ખુબ ખુબ આભર..

 27. Bijal says:

  great lyrics & song..

 28. ધન્યવાદ્!જયશ્રેીબેન્ દિવાદાડિનુ ગિત દિલિપ ધોળકિયાના અવાજમા સમભળાવ્ય્.ખુબ મઝા આવિ.અને વધારાનિ ચાર કડિઓ વાચવા મલિ. અને મન નાચિ ઉથયુ. મે લખિ પણ લિધુ. હવે હુ આખુ ગિતં મારાસંમાજ મા ગઐ શ્.મ્ને ગાવા મા હવે ખુબ મઝા આવશે.આપના ટહુકાનો ચાહક બનસિ પારેખ્!૦૪-૨૧-૨૦૧૧ નેગુરુવાર સમય ૧૧-૧૦ સવાર્ ના.

 29. Pratik Shah says:

  આ મારુ ખુબ જ પ્રિય ગિત ચે

 30. Uday J. Shah says:

  Dear Jaishreeben,

  Last Feb.I went Baroda to atend a Wed. n I heard this song(live) for the 1st time (Í’m 52)n coudn’t forget the song for many days. I bought A CD with the song TARI AANKH NO AFIN but unfortunately I was cheated by the shopkeeper the CD was blank.
  Today, I had a good surprise to have the oportunity to listen again after 4 months.
  Thank you for posting this lovely song.
  Dhanyavaad ane Jai Shree Krishna
  Uday J. Shah
  Lisbon – Portugal

 31. Vinoo Sachania says:

  કવિનો ફોટો જોવાની ઈચ્છા થઈ ગઈ.. આ નરસિહ મહેતા પછી નો નાગર દિલીપ ધોડકીયા ખરેખર ગુજરાતીની પાઘડીનુ ફુલડુ છે…

 32. Navin Katwala says:

  આ ગીત મે લગભગ ૫૦ વરસ પહેલા સાંભ્ળ્યુ હતુ.આજે પણ ઍટલુ જ ગમે એવા મધુર શ બ્દો આ ગીત મા જોવા મળૅ છે.

  એક ગુજરાતી તરી કે આપણે સૌએ ગૌ રવ લેવા જેવુ છે.

  જયહિન્દ,
  જયગુજરાત,

  નવિન કાટવાલા

 33. PM Patel says:

  I like old Gujarati loving songs.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *