વેણીનાં ફૂલ – ઝવેરચંદ મેઘાણી

કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને એમના જન્મદિવસે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી… સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી એમણે જે લોકગીતોના મોતીઓ એકઠા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે – એ માટે ગુજરાતી પ્રજા હંમેશા એમની ઋણી રહેશે.

અને એક વધુ ગૌરવ લેવા જેવા ખબર – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી વિશે ઘણી વધુ માહિતી, જુના ફોટા, એમની રચનાઓ, એમના હસ્તાક્ષરમાં અમુક લખાણો… એવું ઘણું બધું એમની પોતાની વેબસાઇટ – http://jhaverchandmeghani.com/ પરથી મળશે..

અને હા.. આ વેબસાઇટ બનાવનાર એમના પૌત્ર પિનાકીભાઇને પણ અભિનંદન આપવા જ રહ્યા.. સાથે એક ખબર એ કે – ગુજરાતના લોકલાડિલા ગાયક શ્રી પ્રફૂલ દવેના સ્વરમાં ઝવેરચંદ મેઘાણીની ૨૫૧ જેટલી રચનાઓનું રેકોર્ડિગ કરીને ભવિષ્યમાં એ વેબસાઇટ પર મુકવામાં આવશે. એ માટે મારા તરફથી પફૂલભાઇનો પણ ખૂબ ખૂબ આભાર… લોકસંગીતના અમુલ્ય ખજાના જેવી રચનાઓ પ્રફૂલભાઇના અવાજમાં સાંભળવા મળે એ દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહી છું.

અને હા.. આજે સાંભળીએ ઝવેરચંદ મેઘાણીનું આ ગીત – લોકસંગીતના ઢાળમાં સ્વરબધ્ધ – રાજૂ બારોટ અને એમના સાથીઓના સ્વરમાં…

(Photo from : http://jhaverchandmeghani.com/)

સ્વર : રાજૂ બારોટ અને સાથી કલાકારો (અમદાવાદ થિયેટર ગ્રુપ)
સંગીત : લોકઢાળ

.

મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બે’નડી ! તારા શોભતા નો’તા વાળ. – મારે

બાગબગીચાના રોપ નથી, બે’ની, ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની મારે માથે મ્હેર – મારે

રૂપ સુગંધી હું કાંઇ નો જાણું ! ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી કાંટ્યમાં આથડનાર – મારે

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બે’ન સાટુ વીણનાર – મારે

પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળીઓ વીણીશ છેલ્લી ડાળ – મારે

ખેતર વચ્ચે ખોઇ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુખશે પાની, તોયે જરીકે ન બ્હીશ. – મારે

સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બે’ની માંડશે ઝૂંટાઝૂંટ – મારે

મોઢડાં નો મચકોડજે, બાપુ ! જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં’તાં અણમૂલ – મારે

શિવભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી મારી દેવડી ! તુંને શોભશે સુંદર ભાત. – મારે

ભાઇભાભી બેય ભોળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે’રી રાખજે વીરનાં વીણેલ વેણી-ફૂલ !
મારે ઘેર આવજે, બે’ની લાંબી તારી ગૂંથવા વેણી !

– ઝવેરચંદ મેઘાણી

————————

આ પહેલા ટહુકો પર પ્રસ્તુત ઝવેરચંદ મેઘાણીની રચનાઓ :

કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી
કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી
જાગેલું ઝરણું – ઝવેરચંદ મેઘાણી
ઝાકળબિંદુ ! – ઝવેરચંદ મેઘાણી
દરિયો ડોલે રે માઝમ રાતનો… – ઝવેરચંદ મેઘાણી
મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી
મોરબીની વાણિયણ
મોરલા હો ! મુંને થોડી ઘડી… – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો – ઝવેરચંદ મેઘાણી
શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી
હાય રે હાય કવિ ! – ઝવેરચંદ મેઘાણી

15 replies on “વેણીનાં ફૂલ – ઝવેરચંદ મેઘાણી”

  1. મને ઝવેરચંદ મેઘાણીનું ગા ક્ષણિક્ ના ગાન રે મન આ ગીત સાભળવા માગુ છ. મળે તો મુકશોજી.

  2. Namashkar,

    Aapna rashtriya shayar Zaverchand Meghaani nao ne rashtriya shayar nu birud/khitab Rashtra Pita Mahatma Gandhiji e aapel ane epan IInd Round table conference ma ka-mane teo jata hata te vakhate gandhiji ne pano chadhavva ane aatmavishvas vadharva Meghani ji e “CHELLO KATORO ZER NO PI JAJO BAPU” kavita lakhel je aitihasik kavita chhe te aapni site na list ma nathi jethi aapne namra vinanti ke,

    “CHELLO KATORO ZER NO PI JAJO BAPU” kavita lakhi vishva manav ne meghaniji sha maate rashtriya sahyar chhe te vat no ehsash karavo. Please send “CHELLO KATORO ZER NO PI JAJO BAPU” kavita. AABHAR.

  3. અહા.. આજે સાંભળીને ઝવેરચંદ મેઘાણીનું આ ગીત – લોકસંગીતના ઢાળમાં સ્વરબધ્ધ – રાજૂ બારોટ અને એમના સાથીઓના સ્વરમાં…
    હુ ધન્ય થઈ ગયો..

  4. હ્રિદય ને સ્પર્શિ જાય તેવુ છે..
    મારા તરફ થી શુભેછા છે..

  5. રાષ્ટ્રિય શાયરને ભાવભર્યા વંદન.
    ગુજરાતી સાહિત્યને પોતાની વિચારધારાથી
    ભીંજવતી તેમની કલમને શતશત નમન.
    મારા ત્રણ કાવ્ય સંગ્રહોમાં તેમનો ફોટો
    મૂકી મેં કૃતગ્યનતા અનુભવી છે.
    આપના નઝરણાંનો ઈંતઝાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

  6. મોઢડાં નો મચકોડજે, બાપુ ! જોઇ જંગલનાં ફૂલ;
    મોરલીવાળાને માથડે એ તો ઓપતાં’તાં અણમૂલ – મારે

    સેન્ત અને પર્ફ્યુમ ના આજ ના યુગ મા જન્ગલ નો આ શનગાર કે સુગન્ધ ક્યાથિ સમજાય કે દેખાય.

    વેનિ ગુન્થવા નિ ને માથા મા ખોસવા નિ સન્સ્ક્રુતિ આજે પન દક્ષિન ભારત મા ચ્હે. ગુજરાત મા પ્રસન્ગ કે તેહવાર વગર કોન વેનિ ગુન્થે કે નખે ચ્હે ???

    શૈલેશ જાનિ
    ભાવનગર

  7. એમની website ૨-૩ દીવસથી વાંચી રહ્યા છીએ, મઝા માણીએ છીએ…. ટહુકા પર શ્રી મેઘાણીની “ભેટે ઝૂલે છે તલવાર” મળે તો મુકશોજી.
    આભાર.

  8. લાડીલા લોકશાયર શરી મેઘાણીભાઈ ના જનમદિવસે તેમને હરદયપૂરવક શરધાંજલી.

    ભાઈના બહેન પરના હેત પરગટ કરતી સુંદર રચના…
    ગમી.
    બહેન આભાર..!
    રમેશ પંચાલ

  9. લોકગીતોના ભિષ્મપિતા શ્રી ઝવેરચંદ મેઘાણીને હ્ર્યપુર્વકની શ્રધ્ધાન્જલી, શ્રિ પીનાકીનભાઈને અભિનદન, શ્રી પ્રફુલ્લભાઈને વિનતિ કે જલ્દીથી લોક્ગીતોનુ રેકોર્ડિગ વેબસાઈટ પર લઈ આવો, એમનો આગોતરો આભાર…….

  10. કરોડો દિલોના લાડીલા લોકશાયર શ્રી મેઘાણીના જન્મદિવસે તેમને ખુબ ખુબ વધાઈ અને જન્મદિવસ મુબારક. તેમની કોઈ પણ કવિતા હોય તે અફલાતુનજ હોય. ભોળા દિલના ભાઈની બેન પ્રત્યેના પ્રેમની આ સરસ કવિતા છે.

Leave a Reply to Svyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *