વ્હાલ – રમેશ પારેખ

વ્હાલ કરે તે વ્હાલું !
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું ?

ફૂગ્ગા ને ફરફરિયાં જોઉં, જોઉં લેણા-દેણી
કોઇક વેચે વાચા, કોઇક વ્હોરે ફૂલની વેણી
કોઇક ખૂણે વેચે કોઇ પરમારથનું પ્યાલું.

કયાંક ભજન વેચાય, ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો
સૌ-સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું.

કોઇક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઇક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી
શું લઇશ તું? – પૂછે મને આ મારું ગજવું ઠાલું.

( કવિ પરિચય )

2 replies on “વ્હાલ – રમેશ પારેખ”

  1. સરસ મજાનું ગીત, મિત્ર ! કઈ કડીના વખાણ કરું અને કઈ કડી છોડી દઉં ?

  2. કેમ છે ? કઇ દુનિયા મા વશો છો , દેખાતા જ નથી ને તમે તો.
    એની વે – હેપી દેવ દિવાળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *