ઝાંઝર અલકમલકથી આવ્યું રે – સુંદરમ્

સ્વર : સરોજબેન ગુંદાણી
સંગીત : ??

(Photo by : Meghna Sejpal)

* * * * *

.

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા;
એને મોઢે તે બેઠા મોરલિયા – મારું

એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું;
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું – મારું

ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી;
એને ઠમકારે લોકની આંખ ઝાલી – મારું

– ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર

( આભાર : ઊર્મિસાગર.કોમ )

11 replies on “ઝાંઝર અલકમલકથી આવ્યું રે – સુંદરમ્”

  1. I suppose it is the administrator’s duty to correct the title w.r.t. the name of the singer once it is known . Also, to add the name of the Music Director.

  2. કેટલાય વર્શો બાદ કૌમુદિ મુન્શિ નુ આસુન્દર ગિત સામ્ભળવા મળ્યુ મારો ભાઇ સાવ નાનો હતો ત્યારે આ ગિત એના શાળાનિ ચો પડિમા આ કવિતા હતિ …ખુબ… આભાર

  3. મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
    ઝમઝમ
    ઝમઝમ
    ઝમઝમ
    ઝમઝમ
    ઝમઝમ ઝમઝમ ઝમઝમ ઝમઝમ ઝમઝમ ઝમઝમ

  4. વાહ!! મઝા આવી ગઈ કેટલાય વખતથી આ ગીતની શોધ હતી. ઘણો જ આભાર જયશ્રી.

    – નીશા

  5. song composed by rasiklal bhojak ,a great composer from all india radio ahmedabad .sung by saroj gundani at very early age .it is on an 78rpm gramophone record .

  6. આ ગીત સુન્દરમ્ નું છે એ તો આજે જ જાણ્યું…. આ ગીત એટલું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે કે લોકગીત હોવાનો અહેસાસ કરાવે….

  7. આ ગીતનુ સંગીત્ ભોજક સાહેબનુ છે અને ગાયક સરોજ્બેન ગુન્દાણી છે

Leave a Reply to Rajesh Bhat Cancel reply

Your email address will not be published. Required fields are marked *