ત્રણ ગઝલકાર… એક ગઝલ

florida

મીર સૂતા છે આંખ ખોલીને,
મૌન પાળે છે બોલી બોલીને.

દરિયો દરિયો છલકતું ફ્લોરીડા,
દાદ આપે છે ડોલી ડોલીને.

રાતનો આ ખુમાર આંખોમાં,
સપનાં શોધે છે બારી ખોલીને.

કેવો પ્રકટ્યો છે કપાસનો તડકો,
રાતના કાલાં ફોલી ફોલીને.

શબ્દ રૂપેરી ઝાંઝર પહેરી,
સાદ પાડે છે કોઇ ઢોલીને.

અર્થનો ગર્ભ કાઢવો ‘આદિલ’
શબ્દની છાલ છોલી છોલીને.

થૈ ગયા ફૂલ હાથ અશરફના,
એણે ઊંચકી ગઝલની ડોલીને.

– રશીદ મીર, આદિલ મન્સૂરી, અશરફ ડબાવાલા

( વેસ્ટ પામબીચથી ટેમ્પો જતાં સફરમાં લખાયેલી ગઝલ )

7 replies on “ત્રણ ગઝલકાર… એક ગઝલ”

  1. હુ અમરેલીનો અમારો રમેશ , ચન્દરણા,મોતીવલા અને અશરફ- મધુની જોડી ! તો હવે લખવુ શુ?

  2. shriman asharfbhai
    I read your poetry. Very interesting and good

    You kept colour for our Amreli.
    chhaganbhai finavia.

  3. ઍ મેઈર હોય કે અશ્રફ નુ આદિલ્
    રદિફ કફિઆ લે ચે તોલિ તોલિને
    With heartiest regard & apology to add one more “sher ” to above beautiful Gazal by great Trio.

    Ashrafbhai remember me in Vishala, with Purshottam Upadhyay & Vikram Patel Ahmedabad

    Hello to Adilbhai & Rashid Bhai

    Jayesh

  4. આભાર વિવેકભાઇ.. !! ( યાદ છે, એક વાર સુરેશ દાદા એ તમને વિવેક માસ્તર કહ્યા’તા ? )

Leave a Reply to Jayshree Cancel reply

Your email address will not be published. Required fields are marked *