આત્મહત્યા કરવા જઇ રહેલ વ્યક્તિને !!! – કૃષ્ણ દવે

ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.

તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.

પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમામ તો એવી ને એવી જ ચમક છે
– તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.

રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
– તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.

કાગળોમાં રોકેલો વિષ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિષ્વાસ હજુયે અકબંધ છે.
– વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.

કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?

ગાઢ અંધારૂ છે એ ય સાચું –
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?

આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…

22 replies on “આત્મહત્યા કરવા જઇ રહેલ વ્યક્તિને !!! – કૃષ્ણ દવે”

  1. ખુબ જ સરસ… આત્મવિશ્વાસ જગાવનારી દરેક પંક્તિઓ

  2. આજકાલ બાળકો ની આત્મ્હ્ત્યા ના સમાચારો વધારે વાચવા મળે છે ત્યારે , આવા કાવ્યો નો વહેલી તકે પાઠય્પુસ્તક મા સમાવેશ કરવો જોઇએ…!!

  3. હજીયે વધરે લખી શકાત દવે સહેબ્. જેત્લુ લખો તેટલું ઓછું છે…આભાર..પ્રકાશ મકવાણા ‘પ્રેમ’

  4. મારા દિવા માં ધીરજનુ તેલ ખુટી ગયુ હતું…
    પણ હવે પુરાઇ ગયુ છે…..
    આ વાંચ્યા પછિ……
    આભાર જયશ્રી બેન………

  5. ખુબ સુંદર કાવ્ય
    જો કોમેન્ટ ના લખું તો અપરાધી ગણાઉં
    આભાર જયશ્રીબહેન
    આભાર કૃષ્ણભાઈ
    જયશ્રી કૃષ્ણ

  6. very sensitive and inspiring lyrics,even if it makes difference to one person,hats off to the poet…

  7. આજકાલ બાળકો ની આત્મ્હ્ત્યા ના સમાચારો વધારે વાચવા મળે છે ત્યારે , આવા કાવ્યો નો વહેલી તકે પાઠય્પુસ્તક મા સમાવેશ કરવો જોઇએ.

  8. શબ્દોમાં ન વર્ણવી શકાય એટલું અદ્ભૂભૂત કાવ્ય!!!ધારદાર અને અસરદાર!!કૃષ્ણ દવેને ખૂબ ખૂબ અભિનંદન!!!
    ગીતા વકીલ
    વડોદરા

  9. ખરેખર કંઇક જોરદાર સાંભળવા મળયુ..
    આમ તો આ બધુ બહુ પર છે. પણ્ જિન્દગી મા જો આનો મતલબ ઉતરી જાય તો જિંદગી મસ્ત બની જાય્.

    મારા પાસે આના માટે કોઇ શબ્દ નથી.!!!
    બસ એટ્લુ જ કહિશ કે અદભુત !!!!!!

  10. સફળતાનો માપદંડ પૈસો થયો ત્યારથી માણસને ચિંતાની ઉપાધિઓ વળગી છે. પરંતુ એનાથી વધુ મૂલ્યવાન પ્રેમ, બાળકના આંખની ચમક, દીકરીનો ટહુકો અને પત્નીના વિશ્વાસની થાપણ છે … ખૂબ અસરકારક રીતે કહ્યું છે. કૃષ્ણ દવેની કલમના આ સર્જનથી કોઈ એક વ્યક્તિ પણ આત્મઘાતના રસ્તે જતો અટકે તો આ સર્જન અને સર્જક બંને ધન્ય … અને માધ્યમ બનવા માટે ટહુકો તો ખરો જ.

  11. કૃષ્ણ દવેને ધન્યવાદ અને જયશ્રીબેનનો આભાર !

    બહુ જ સુંદર..

  12. ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
    ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.
    તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.

    એકદમ સાચી વાત કરી છે.

  13. આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
    અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
    બાકી સવાર તો આવી જ સમજો…

    ભાગ્યે જ કોઈ એવુ હશે કે જેને નકારાત્મક વિચારો ક્યારેય ન આવ્યા હોય. પરંતુ પ્રેમ છે ત્યાં હતાશા બહુ ટકતી નથી. માટે પ્રેમથી અને પ્રેમ માટે જીવવાનું છે તે દર્શાવતું સુંદર કાવ્ય રચવા માટે કૃષ્ણ દવેને ધન્યવાદ અને જયશ્રીબેનનો આભાર !

  14. સાંપ્રત સમસ્યાની ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી અભિવ્યક્તિ!
    સુધીર પટેલ.

  15. માત્ર સુરતનું જ નહીં, બધા જ મહાનગરોનું નગરકાવ્ય બનાવી શકાય એવું કાવ્ય છે…!

  16. “બાકી સવાર તો આવી જ સમજો…..” ખુબ જ સરસ લખ્યું છે.સાચું કહું તો આ એક જ આશા સાથે માણસ જીવી જાય છે.આત્મહત્યા કરવાનો વિચાર કરનાર ને એટલું કેહવાનું કે ,”સર્વસ્ય ચાહ્ં હ્રુદી સન્નિવિષ્ટો…” (ગીતાજી અધ્યાય ૧૫ શ્લોક ૧૫) ભગવાન (રામ) જો તારામાં હોય તો તારું જીવન તો હિરાથી પણ ચમકતું હોય.એ અન્દર રહેલા રામ પર વિશ્વાસ રાખ. રાત પછી સવાર નિક્કી જ છે તો પછી રાહ જોવા માં જ મજા છે.અનુભવ વગર સમજી ન શકાય તેવી આ વ્યથા છે.પણ પ્રભુ પરનો વિશ્વાસ જીવન છે.

  17. એકદમ હકારાત્મક વલણ… હારી ચૂકેલ વ્યક્તિ માટે ખૂબ જ પ્રેરણાદાયી, પ્રોત્સાહિત… બહુ જ સુંદર.. અને ખરેખર હૈયું ભીનું કરી દીધું…

    ‘મુકેશ’

Leave a Reply to Geeta Vakil Cancel reply

Your email address will not be published. Required fields are marked *