ઊંચી તલાવડીની કોર – અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ

.

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની

વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

– અવિનાશ વ્યાસ

23 replies on “ઊંચી તલાવડીની કોર – અવિનાશ વ્યાસ”

  1. અદૄભૂદ, મે બાળપણમાં ઘણી વખત રેડીયો પર સાભળીને ઞુણઞણાવતો હતો , અને આજે ટહુકોં ડોટ કોમ પર સાંભળી ને મન આનંદથી ભરાય ઞયુ.

  2. .સુન્દર અનુભુતિ થઇ એ બદલ આપનો ખુબ ખુબ આભર્…………

  3. ઊંચી તલાવડીની કોર સ્ંભળાવવા બદલ આભાર. આશા ભોસલે તલાવડીમાં ‘ળા’ સ્પષ્ટ ઉચ્ચાર કરે છે. કવિએ કયો અક્ષર લખ્યો હશે! કિનખાબી ઇંઢોણીમાં મને ‘બી’ને બદલે પ કે ફ જેવું જ સંભળાય તે મારા કાનની નબલળઈ હશે. ગીતા દત્તનું (ટ્રાયૉ)ગીત અમી/અમે મુંબઇનાં રહેવાસી’ શબ્દો સાથે સાંભળવા મળે? આભાર.

  4. અત્યન્ત્ અદભુત………..સરસ…….સુન્દર અનુભુતિ થઇ એ બદલ આપનો ખુબ ખુબ આભર્…………

  5. નણદીના વીરાને કહેવું શું મારે
    સમજે ના કંઈપણ એ આંખના ઇશારે
    સાજનને સમજાવી રાખ્યો રખાય નહી
    ઝમકે ના ઝાંઝર……..

  6. આદરનિય, જયશ્રિબેન ખુબ મજા આવિ ગઈ!!!!!!!!!!!!!!!!મારે એક કવિતા ગોતવિ હતિ તમે મદદ કરશો?

    “તમને તો કોક દિ ખોતુ લાગે ને વદિ વાકુ પદેને વદિ કેતલોય રોશ અને રિશ….”
    “Tamne to kok di Khotu lage ne vadi vaanku pade ne vadi ketloy rosh ane rish…..”

  7. ગુજરાતી ગીત એમાં અવિનાશ વ્‍યાસજીનંુ સંગીત એમાં છોગાળા જેવો ભોંસલેજીનો માદક અવાજ અાહ.. વા..હ

  8. ઍક્ષેલ્લન્ત સન્ગિત્, ખુબજ અનદ થયો અને વારમવર સભલુ ચુ. મજા પદિ. અભાર સનત કાપદિઆ.

  9. ગુજરાતી સુગમ સંગીતની શિખરે વિરાજતા આ ગીતે વિતી ગયેલ પળોને તાજી કરાવી દીધી. રેડિયોગ્રામમાં આ ગીત સાંભળવાની મઝા કંઈક જુદી જ હતી…
    બોલે અષાઢીનો મોર….
    ઘણી વાર સાંભળ્યો છે..ઘનઘોળ કાળાં વાદળોની ઓથે મેહુલો ગરજતો હોય..અને મોરજી ગેંહકતા હોય..દ્રશ્ય આજે પણ યાદ છે.
    સુંદર શબ્દરચના…સાથે જ મધુર સંગીત..
    આજની યાદગાર પ્રસ્તુતિ માટે આભાર…..

Leave a Reply to Vikalp Dave Cancel reply

Your email address will not be published. Required fields are marked *