આવ તું ..

થીજેલા ચહેરા પર
હુંફની ભીનાશ બનું
સ્મિત બની આવ તું

કોરા આ વાંસમાંથી
વાંસળીનો સાદ બનું
ગીત બની આવ તું

વસંતમાં ને પાનખરે
મહેકવું બારેમાસ મારે
ઝમઝમતું ઝરણું લઇ
પ્રીત બની આવ તું

– જયશ્રી

17 replies on “આવ તું ..”

  1. ખૂબ સરસ રચના.

    કોરા આ વાંસમાંથી
    વાંસળીનો સાદ બનું
    ગીત બની આવ તું..

  2. વાહ્ જયશ્રી બે’ન.
    સરસ લ્યો, આ તો હવે તમેય લખતાં થૈ ગયા!
    very nice,actually.good. keep it up.

    મનેય વાંસળી વાળિ વાત ખુબ ગમિ.

  3. કેટલાયે યત્નો કર્યા છે મે ભુલવાના તને,
    તોય તુ યાદ આવ્યા કરતી વાતે વાતે.

    જાણી ગયો છું અર્થ હું ઈંતજારનૉ હવે,
    શમણાંઑ બધા ચૂકી ગયો છું રાતે રાતે.

    તડપાવી ગયું છે તારુ મૌન એવુ તો મને,
    ઝાંઝવાના દિલાસા પી ગયૉ છું જાતે જાતે.

    નથી અપેક્ષા કે કોઈ સંબંધમાં તુ મળે,
    પામી ગયો છું તને પ્રેમના નાતે નાતે.

    હરેશને મોહ ક્યા છે કે તાજમહલ જ જડે,
    કોતરી છે તારી છબી દિલની ભાતે ભાતે.

    – હરેશ પ્રજાપતિ .

  4. જયશ્રી,
    ઘણું જ સુંદર,
    વસંત અને પાનખર…,
    પ્રીત બનીને આવ તુ.

  5. કોરા આ વાંસમાંથી
    વાંસળીનો સાદ બનું
    ગીત બની આવ તું

    બહુ સરસ શબ્દો વણ્યા , અભિનંદન.

  6. તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
    પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

    — રમેશ પારેખ

  7. “Creativity Reborns without Death” this is what I have to say regarding your post. Awesome work.. but u know it very well how much I have understood in it!!!!!!!

  8. તું ખરેખર બહુ જ સરસ લખી શકે છે. ચાલુ રાખ.

  9. વાહ!
    બાર માસીનુ ફુલ અને એક વાંસળીનુ ચિત્ર
    પુષ્પની કુમાશ ભરેલા હળવા શબ્દો
    અને ભાવો ભરેલ રસાસ્વાદ
    સુંદર કવિતા

Leave a Reply to Urmi Saagar Cancel reply

Your email address will not be published. Required fields are marked *