તારો છેડલો તું માથે તું માથે રાખને જરા – નંદકુમાર પાઠક

ચૈતર હજુ ગઇકાલે જ ગયો.. અને વૈશાખી વાયરાની પધરામણી થઇ છે આજે, તો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર મઢ્યું આ મજેદાર ગીત સાંભળવા માટે આનાથી વધુ સારો સમય કયો?

જો કે ગીત એટલું મજાનું છે કે ચૈત્ર – વૈશાખ સિવાય પણ એટલા જ જલસા કરાવે..! 🙂

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : દિલીપ ધોળકિયા

.

ગરમ હવાની લહેરખીયે,નીજ કોમળ તન કરમાશે
અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
સખી થંભી જા વાટે લગાર, સખીરી

તારો છેડલો તું માથે તું માથે રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
આતો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે
પુરનાં ઓછરતાં ઓરતા ઉના
તારા હૈયા પર હાથ તો રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

20 replies on “તારો છેડલો તું માથે તું માથે રાખને જરા – નંદકુમાર પાઠક”

  1. આ તો ચૈતર વૈશાખના વાયરા….ઓ હો હો હો !
    ભારે મજા પડી ગઇ ભાઇ !……આભાર સૌનો !

  2. યુવાનિ નુ આગ્મન યુવતિ ઘનુ બથુ સચવ્વા નુ હોઇ ,પન આ ચેત્રા વેશખ યુવનિ ને ધન્ધોલ્વજ સર્જયેલો ; મથે હથ રક્યે યોવન ક્ય સચ્વશે, મહેદિ વલ હથ અને વય્રનો ત્રશ જવુ તો ક્ય જવુ//

  3. Nice song, my favourite, Can someone provide me the same song sung by Atul Purohit,
    I need that one. Please reply.. and help

  4. મારુ બહુજ માનિતુ ગિત … વાહ પુર્સોત્તમ ભાઈ વાહ

  5. Amitbhai,
    I have corrected the post. The song is written by Nandakumar Pathak, and composed by Dilip Dholakia

  6. ખુબજ સુન્દર શ્બ્દો, સુન્દર સ્વર રચના તેમજ સુન્દર સ્વર નો સુભગ સમન્વય.ખુબજ મઝા આવિ. આભાર.

  7. એક્દમ સરસ ગિત છે. ફરીફરી સાભળાનુ મન થાય એવુ છે. ખુબ મઝા આવી.

  8. જયશ્રીબેન!
    ગુજારે જે શિરે તારે જગત નો નાથ તે સહેજે . . .
    આ ગઝલ ની મારી ફરમાઈશ પૂરી કરશો તેવિ અપેક્ષા ચે.

  9. ખૂબ ખૂબ જ આભાર જયશ્રીબેન!
    યાદ રાખીને તમે આ ગીતની મારી ફરમાઈશ પૂરી કરી. સાંભળવાની ખૂબ જ મજા પડી ગઈ!
    Thank you once again!!

  10. reminds me of another song, also sung by Purushottambhai

    chaitar vaishaakh naa taap chee goree moree cheedlo maathe dhaanko..

    that song is equally lovely but not so famous.

  11. Jayshreeben,
    I strongly believe that the song is witten by Nandkumar Pathak.
    Kindly crosschek.
    Regards
    Amit N. Trivedi

  12. This is one of my favourite song

    A Classic song by Venibhai Purohit sing by evergreen Purshotambhai.

    Can anybody correct me that this is the song from Film Kanku ?

    Sanjiv Dwivedi
    Toronto

Leave a Reply to Miheer shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *