કવિતામાં – હિમલ પંડ્યા ‘પાર્થ’

ગઝલ વિષેની ગઝલોનો પણ એક ખાસ વિભાગ છે આપણી ગઝલોમાં… આજે કંઇક એવીજ ગઝલ, પણ કવિતા વિષે..! આમ જોવા જઇએ તો ગઝલ એ કવિતાનો જ એક પ્રકાર કહેવાય ને?

(One photo by me, of the ‘Most Photographed Bridge’)

* * * * *

તું જાણે છે બધા દુઃખની દવા છે આ કવિતામાં,
વીતેલા હર જમાનાની હવા છે આ કવિતામાં;

ખુશી-ઉન્માદ, આંસુ-દર્દ, વાતો પ્રેમ-વિરહની,
પ્રવાહો લાગણીના અવનવાં છે આ કવિતામાં;

પ્રતિકો-કલ્પનો, સંવેદનાઓ, સ્વપ્નની સાથે,
વિચારો પણ કવિના આગવાં છે આ કવિતામાં;

એ કરશે ન્યાય ને દેશે ચૂકાદો સ્પષ્ટ ને સાચો,
ધરમકાંટા સમા સો ત્રાજવા છે આ કવિતામાં;

અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.

– હિમલ પંડ્યા ‘પાર્થ’

6 replies on “કવિતામાં – હિમલ પંડ્યા ‘પાર્થ’”

  1. “અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
    નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.”

    મનોજ ખન્ડેરિયા ની અસર લાગે…..

  2. અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
    નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.

    – સરસ !

  3. ખૂબ જ સુંદર ગઝલ!
    હિમલ પંડ્યા ‘પાર્થ’ ને હાર્દિક અભિન્ંદન.
    સુધીર પટેલ.

  4. સરસ કવિતા…

    જે સમાય નહિ શબ્દો ની સરિતામાં
    તે સઘળું સમાઈ જાય એક જ કવિતામાં

    ‘મુકેશ’

Leave a Reply to sudhir patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *