સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) – રમેશ પારેખ

આ પહેલા બે વાર ટહુકો પર (એક વાર ફક્ત શબ્દો સાથે, અને બીજી વાર વિભા દેસાઇના સ્વર સાથે) રજૂ થયેલું આ રમેશ પારેખનું ખૂબ જ જાણીતું અને ગુજરાતીઓનું માનીતું ગીત… આજે બે નવા સ્વર સાથે ફરી એકવાર… આરતી મુન્શી અને સોનાલી વાજપાઇ..!! Well… એ તો એવું છે ને કે આજનો દિવસ જરા ખાસ છે.. એટલે ગીત પણ સ્પેશિયલ જ હોવું જોઇએ ને?

આ સ્પેશિયલ ગીત.. – મારા એકદમ સ્પેશિયલ સાંવરિયા માટે !! 🙂

સ્વર – આરતી મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ – શ્યામલ-સૌમિલ મુન્શી)

સ્વર – સોનાલી વાજપાઇ
આલ્બમ – તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)

—————————

Posted on May 17, 2007

મોરપિચ્છ પર પહેલા ફક્ત શબ્દો સાથે રજુ થયેલું ગીત, સ્વર – સંગીત સાથે ફરી એકવાર.

—————————

Posted on Oct 26, 2006

કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં પણ એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.

‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?

સ્વર : વિભા દેસાઇ

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:ગૌરાંગ વ્યાસ
આલબમ:તારાં નામમાં

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં મીશા આચાર્યના સ્વરમાં સાંભળો.

આલ્બમ : સંગત
સ્વર : ગાર્ગી વોરા

.

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

98 replies on “સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) – રમેશ પારેખ”

  1. બહુ સરસ
    સુંદર રચના રમેશભાઇપારેખ ની મને ખૂબ જ ગમે છે

  2. આ ગીત નસીબ ની બલિહારી નું છે અનર આશા ભોંસલે ના અવાજ માં છે

  3. Sonali Bajpai’s version sounds very natural and the best of all. It does justice to the lyrics.
    Thanks for sharing.

  4. વહ્….મજ આવિ ગઇ હો જય્શ્રેી બેન
    આભર તમરો

  5. THIS SONG IHEARD FROM MS. GARGI VORA AT OHMKARA PROGRAM ON 6TH JUNE IN NJ. DO YOU HAVE THIS SAME SONG SUNG BY MS. GARGIVORA? PLEASE PLAY IT IF YOU HAVE IT

    THANKS
    PUSHPAVADAN KADAKIA

  6. સોનાલીજી ના ગીત માં બીજા અંતર માં શબ્દો કૈક આવા લાગે છે…
    “કોઈ પૂછે કે ઘર તારું કેવડું
    મારા વાલમજી બાથ ભરે એવડું
    આંખ ફરથી ઉજાગરાથી રાતી
    ઝીણા ધબકારે ફાટ ફાટ થાકી
    છબીલો મારો સાંભળો રે મારો બાંવારીયો …”
    મારી કૈક ભૂલ પણ હોય સાંભળવામાં, પણ જે હોય એ અચૂક જણાવજો…

  7. This song is composed by Shri Gaurang Vyas. His name does not appear in song info. Please update.

  8. સાચેજ માત્ર આ એક્જ એવુ માધ્યમ છે કે જ્યા આપનિ સન્સ્ક્રુતિ સાચવિ રાખિ છે
    અને આવ્નાર પેઢિ તેનિ રુનિ છે

  9. કેત્લા સરસ શબ્દ ને કેવિ સરસ અનુભુતિ,-ઘર કેવુ? સિમિત બાથ્મા પન ઘર જેત્લુ વિશાલ્ ને મન ખલિ પન સાવ રિયા ના તાહુકા થિ ભ્રરાય !સોનલિ ના સ્વરે તો પ્રાન પુર્યા !

  10. રચના સારી છે એમાઁ બે મત નથી.મેઁ ફરીથી સાઁભળી.
    ગાન અને ગેીતના શબ્દો બદલાયેલા કેમ લાગે છે ?
    જરા ફરીથી સરખાવી જોશો બહેના ?આભાર …..

  11. ખરેખર ખુબ જ સરસ રચના છે.દરેક વખતે સાંભળવા જેવી…………

  12. આશા ભોંસલેજી એ ગાયેલુ “સાંવરીયો” સાંભળવા મળી શકે ? આભાર…..

  13. વિદ્યાર્થીને પૂછું છું કે “સાંવરિયો..” ગીત સાંભળ્યું છે? બધા જ હા કહે છે. પણ પૂછું કે આ ગીત કોણે લખ્યું છે? ક્યારેક અપવાદ નિકળે છે બાકી ખબર નથી હોતી. આ વિશે શું કહેવું તે તો ખબર નહીં પણ આવું ઘણી રચનાઓ વિશે સંભળાય તો કેવું સારું! લોકપ્રિયતાનું આ એક તત્ત્વ છે.

  14. JAYSHREE BEN JAI GUJARAT.
    TAHUKO IS MY FAVOURITE SITE. I AM VISITING ONCE DAILY THIS SITE. I AM ALWAYS KASUMBI NO RANG, SAWANRIO RE MARO.. AND THIS TYPE OF ALL SONGS. THANK YOU SO MUCH. I AM LOOKING FOR UBHI UBHI UGAMANE DARBAR RE KAGALIYA AVIYA RAJ NA RE…. PLEASE HELP ME. I HOPE ONLY YOU CAN HELP ME.

  15. જયશ્રેીબહેન અને અમિતભાઇને વર્ષગાઁઠ મુબારક !
    પ્રવીણાબહેન અને વિવેકભાઇને મારુઁ સમર્થન છે.
    રમેશભાઇ પારેખની કઇ કવિતા કોને ના ગમે ?
    એમની કલ્પના પુરબહારમાઁ ખીલે છે.ઘર,દરિયો,
    સ્નેહીજન,અઁતરનાઁ ઊઁડાણવાળી સહજ વાણી….
    સાહજિક રીતે ખાલી ઘડામાઁ,’ ટહુકો’ ભર્યો !
    ખોબો માગતાઁ દરિયો આપે,સ્વીકારવો જ રહ્યો !

  16. જયશ્રીબેન,
    ખુબ સરસ ગીત સાભળવા મળ્યુ.સોનલી વાજપાઈના સ્વરમા મઝા આવી ગઈ.ઐશ્વવર્યા મજંમુદારના સ્વરમા પણ સાભળ્યુ છે.તે ટહુકો પણ કરાવશો!

  17. Dear Jayashreeben

    Every time visit “Tahuko” (which is very frequent), I do not log out without listening to this melodious beautiful song. Ramesh Parekh’s sensuous words meet velvet voice of Vibha Desai.

    Prakash Vora, Pune

  18. Dear અમિત ન. ત્રિવેદી
    Mane yaad chhe ke Ashaji e gayelu original song ‘Sanvariyo’Gujarati film ‘Naseeb ni Balihari’ma hatu.Paresh Raval nae Gopi Khambhlja ni jodi hati Gopi upar aa geet filmavelu.ane aa fiml Nimesh Desai e Direct kari hati.(1982 appx.)
    Tamari vaat ma mane ras padyo etle me aatlo tahuko karyo chhe.Gamyu ke nahi????

  19. As i listen these song ,i suddenly remember my late DADI as she really like this song and used to listen this every day.personally i also fond of this song very much also my eldere sister prefer this and still remember it in dubai – Darshna

  20. આજે પરદેશ મા ગુજરાત ની યાદ આવી ગઈ. ઘણા દિવસ થી દિલ મા તમન્ના હતી કે મારી પ્રિયતમા મને આ ગીત સંભળાવે. આજે ટહુકો.કોમ એ પુરી કરી દિઘી. Whenever I go for a long drive alone, this is one of the songs I wish to listen and remember my darling. Simply mind blowing. Many many thanks.

  21. આપનો ખુબ ખુબ આભર કે આપે આવા સરસ સહિત્ય ના સર્જક ની ઉત્તમ ક્રુતિ ઓ ને સામાન્ય વ્યક્તિ માટૅ લોકભોગ્ય બનાવી.

  22. …મને પૂછો કે ઘર મારું કેવડું
    મારા વાલમજી બાથ ભરે એવડું….
    ….ગાવા કરતા અનુભવવાની વાત્…..very true!!!

    …સાંભળવા ની મજા પડી..

  23. Yes, i was fortunate enogh to compere a show in presense of Rameshbhai.The beauty of the song lies in the composition by Gaurang Vyas..as it is for a film called Nasibni Balihaari , directed by Nimesh Desai and picturised on Gopi Deasi.Allmost all the female singers have sung it and some have changed the words..! it is mendetory for all the singers to have the correct scripts..and should not change the original composition.At least for few very populer songs, can we have an ordinance : DO NOT COMPOSE IT AGAIN…?

  24. ખુબ જ ગમ્તુ આ ગિત તેમા ય જ્યારે ક્રુશ્ન ભગવાન નિ કલપના કરિ ને વિચારિયે ત્યારે એમ થાય કે મ્હારો વ્હાલો આપે કેવિ રિતે ખોબો માગો ને દરિયો દૈ દે, કેવો દયાલુ !

    આપના અપેક્શા કરતા થ અનેક ગનુ આપે અને શક્તિ કર્તા પન ઘનુ વઘારે આપે ! તેનિ ક્રુપા નો તો કો ઇ પાર જ નથિ ! આભાર

  25. દરેક સ્ત્રિ નિ મન્ નિ વાત આ ગાયન મા ખુબજ સરસ રિતે રજુ થયેલ ચ્

  26. prem na thato hoy to pan thayi jay evu nashilu song.
    khas to ramesh parekh ni kalam nai pan prembhini lagni kahisako evu ras nitartu song.
    me aa ketli var sambhlyu 6 mane nath khabar
    bt sambhlyu 6 sambhlu 6u n sambhalto rahish n tena rachayita sangitkar n svarkar ne amar banavto rahish.

  27. ખુબ જ સુન્દર ગીત અને તેટલો જ સુન્દર અવાજ.

  28. ઘણી સરસ રચના, અને તેવુ જ સરસ રીતે ગવાયેલ ગીત.
    ખુબજ સુન્દર રચના.
    સાચુ કહુ તો મારિ ચૈતાલી ને બહુ જ ગમે ચ્હે.

  29. I just love this song,esp when I percieve savariyo as Lord Krishna and just see how divne each word sounds,becomes a gopi geet..Thank you rameshbhai for lovely creation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *