વૃંદાવન મોરલી વાગે છે… – મીરાંબાઈ

સ્વર – સંગીત : ??

.

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

તેનો નાદ ગગનમાં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

વૃંદા તે વનને મારગડે જાતાં,
દાણ દહીંના માગે છે. વૃંદાવન…

વૃંદા તે વનની કુંજગલીમાં,
રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…

પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો સાજે છે. વૃંદાવન…

કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલાના મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવન…

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન…

અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન…

10 replies on “વૃંદાવન મોરલી વાગે છે… – મીરાંબાઈ”

  1. Hello its been amazing to listen to gujarati songs and poems.
    mane sache j bahu anand thayo. hu avu j kaik shodhti hati.
    ek request chhe mane bhavai sambhalvi chhe like “lambo daglo muchho vakdi”.
    or any other sort of bhavai. dayro kai pan please. tamaro khub khub abhaar.

  2. મજાનું ગીત … યાદ નથી કયા ધોરણમાં પણ કદાચ ૯ કે ૧૦ મા ધોરણની ગુજરાતીની “ચોપડી” માં આ ગીત હતું .. 🙂

  3. વાહ,મીઠા મધુર સ્વરના સંગાથે રાસ રમ્યા અને તેનો નાદ જઈ પહોચ્યોં ગગનમાં.કોરસમાં સાથ આપતી બહેનો નો ભાવ પણ સંગીતની સથવારે મધુર. ખુબ જ સુંદર રજુઆત.
    પીળાં પિતાંબર જરકસી જામા…
    કોઈ મને કહેશે કે.. ક્રુષ્ણ ને પીળું પિતાંબર જ કેમ ?
    શા માટે બીજા રંગનું ધોતિયું નહીં ? લાલ, લીલું કે પછી કોઈ પણ.

Leave a Reply to lata.kulkarni Cancel reply

Your email address will not be published. Required fields are marked *