ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી – ડો. દિનેશ શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૧મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત.. ચૈત્ર મહિનામાં પણ જાણે શ્રાવણ હોય એમ તરબરત થઇ જવાય.. અને એ પણ બે અલગ-અલગ સ્વરાંકન સાથે..

સ્વર : રીંકિ શેઠ
સંગીત : જયદેવ ભોજક

.

સ્વર – સંગીત – રાસબિહારી દેસાઇ
તબલા : શ્યામસુંદર બ્રહ્મભટ્ટ

.

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી
વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

કાંઠા જોયાં, કંકર જોયાં, ગાગર ને પનિહારી
જંગલ જોયાં, ખેતર જોયાં, દોડી જોજન ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

નાવિક જોયાં, યાત્રિક જોયાં, અમીર ને ભિખારી
સાધુ જોયાં, સંતો જોયાં, મંદિરની ભીડ ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

ચાલી આગળ, મળતી સાગર, ગાજે ખારા પાણી
વાદળ થઇને ઉપર જાતાં, નદીયુંના આ પાણી
મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

એક નહીં પણ અનેક રૂપમાં જીવન સરિતા વહી જાતી
અનંત છે એનો પ્રવાહ, ભલે દીશાઓ બદલાતી
એંધાણી એની સૌ શોધે, તોય યુગ યુગથી અણજાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

—————–
અને હા.. ડો. દિનેશ શાહની બીજી રચનાઓ અને એમના નવા આલ્બમ વિષે આપ અહીં વધુ જાણી શકો :
http://thetrivenisangam.wordpress.com/

12 replies on “ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી – ડો. દિનેશ શાહ”

  1. આ કવિતામા કવિ એક વિજ્હાનિક ચે એ વાત છએ છાનેી નથઈ રાહેતેી.વિસ્મય એ વૈજ્ઞાનિક અને કવિ વચેનો લઘુતમ સાધારન અવય્વ છે. વિસ્મય એ કવિતા નેી જન્મોત્રિ છે. કવિ સાવન મા વરસતા વરસાદ મા વરસતા પાણૈનુ કારણ ષોધવા પારમ્પરિક અને રુઠૈગત ફાફા મારે છએ, પરન્થુ કારણ એમને નથિ જણ્ગતુ જન્ગલ, ખેતર્ , યાત્રિક, સાધુ, સન્ત્ કે મન્દિર માથિ. કારણ તમને જણાએ છે તમારા વિસ્મય જનિત પ્રશન માન થેી. સાગરનુ આ ખારુ
    પાનેી ઉપેર જતાજ મેીથુ કેવેી રેીતે બને છએ? આ પ્રશ્ન નો જવાબ તો તમને, મને કે કોઇને જદે કે ન જદે, પરન્તુ આ પ્રશ્ન મૈ થિ આપન્ને જિવન અન્દ જિવને નભવ્તિ પરમ તત્વનેી એધાણએ જરુરથિ મલે છે. આ અધુરેી એધાણએ આપણને યુગો યુઓગ થિ રમાદિ રહિ છે.

  2. ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી
    વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.
    વરસ્યા શ્રાવણનાં પાણી…

    Beautiful lyric….

  3. જયશ્રીબેન,
    બ્ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી – ડો. દિનેશ શાહ By Jayshree, on March 31st, 2009 in ગીત , જયદેવ ભોજક , ટહુકો , ડો. દિનેશ શાહ , રાસબિહારી દેસાઈ , રિંકી શેઠ. બે સ્વરાંકન સાથેનું આ ગીત માણવાની મઝા આવી ગઇ. રાસબિહારી દેસાઈ નું ક્લાસિક્લ મલ્હાર રાગનુ સ્વારાંકનમાં કંઈક ટેકનીકલ ખામી આવતાં અડઘાં ભીજાયા નો ખેદ થયો.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  4. જયશ્રીબેન, ખુબ ખુબ આભાર! તમારા વાચકો માટે આ બને સ્વરકારની ટેલન્ટ દેખાઈ આવે છે કે એક જ શબ્દો કેવા જુદા જ રાગોમાઁ રજુ કર્યા છે! રાસબિહારીભાઈએ તો વરસાદ અને વહેતા પાણીનો આભાસ મલ્હાર રાગથી કરાવ્યો છે.

  5. મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.
    એ જ એનો પ્રેમ, કરુણા અને કમાલ !

Leave a Reply to trupti Cancel reply

Your email address will not be published. Required fields are marked *