પાપ તારું પરકાશ જાડેજા !

જેસલ – તોરલનું નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો? 

અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે તો એમાં આ ગીત પણ ચોક્કસ આવે જ. સાંભળો આ ગીત ચેતન ગઢવી અને સોનલ શાહના સ્વરમાં. નીચે લખેલા શબ્દો ગોપાલકાકાના બ્લોગ પરથી મળ્યા, જે અહીં ગવાયેલા શબ્દો કરતાં થોડા અલગ છે.

સ્વર : ચેતન ગઢવી, સોનલ શાહ

(અંજાર મેળો : Photo from Flickr)

* * * * * *

.

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !
વાળી ગોંદરેથી ગાય રે,
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી..

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી !
પાદર લૂંટી પાણિયાર રે,
વનના મોરલા મારિયા, તોરલ દે રે !—એમ જેસલ કહે છે જી0

ફોડી સરોવર પાળ, તોળી રાણી !
ફોડી સરોવર પાળ રે,
વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

લૂંટી કુંવારી જાન, તોળી રાણી !
લૂંટી કુંવારી જાન રે,
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

હરણ હર્યાં લખચાર, તોળી રાણી !
હરણ હર્યાં લખચાર રે,
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહએ છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી,
જેટલા મથેજા વાળ રે,
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !—એમ તોરલ કહે છે જી0

35 replies on “પાપ તારું પરકાશ જાડેજા !”

  1. Good Morning, This is one of the most beautiful and entertaining songs, which we have never heard before. Very very nice and excellent. We don’t have words to appreciate your nice collection.

  2. Good Morning, This is one of the most beautiful and entertaining songs, which we have never heard before. Very very nice and excellent. We don’t have words to appreciate your nice collection.

  3. ગરબા રમવાનિ બહુ જ મ જા આવિ…….
    ગિત સામભળિ ને ખુબ મજા આવિ.
    આવા ભજનો સાંભળીને દીલ નાચી ઉઠે છે. જુનું ને જાણીતું સ્રરસ ભજન છે.

    Regard
    Yogesh Lad

  4. ગિત સામભળિ ને ખુબ મજા આવિ.
    આભાર જસુબેન

  5. કેટલાયે વખતથેી આ ગીત સામભળવુ હતુ.નારગોળ શાળાના દીવસો યાદ આવી ગાયા.૫૦ વરસ પહએલાની યાદ તાજેી થઈ. આભાર.

  6. જેસલ કરિ લે ને વિચાર એ ભજન મને બહુજ ગમેસે પન સે નહિ જો શક્ય હોય તો ઉમેરવાનિ મહેરબાનિ કરસોજિ.

  7. This was superb…
    i am loving it…
    you are doing amazing job..

    Suril Gohel
    Jersey City=Ahmedabad
    New Jersey =Gujarat

  8. હે હૈડા હાલો ને અંજાર….એવી જાત્રા કરવા ને જેસલ પીર ની રે….. કચ્છ ની ધરતી ને ધન્ય છે….જય માતાજી

  9. જય શ્રિ ક્રિશના સહુ ને.આ ભજ્ન મસ્ત મજ્જા નુ છે.એક ફરમાઇશ છે ..જેસલ તોરલ નો “સાયબા જેસલ તોરલ” હોય તો વિન્નતિ છે.

  10. Wow Jayshree !!!

    Bringing evergreen numbers day by day hmmmmm !!!! Keep it up !!
    Mazaa padi gayi bhai SWAR sambhliney !!!

    Warm Regards,
    RAJESH K VYAS
    CHENNAI

  11. ખુબ જ સુન્દર! આ એક જ ગુજરાતેી પિક્ચ્ર્ર્ર છ મને ગમે ચે

    This is excellent,

    I apologize for my Gujarati.

    સ્વતિ

  12. આવા ભજનો સાંભળીને દીલ નાચી ઉઠે છે. જુનું ને જાણીતું સ્રરસ ભજન છે.

  13. Thanks a lot for offering nice and great song. this song i like more then other song. i request this song at dallas radio station. also i want one hear one song if it is posible.it is sing by narshi mehta. song is ma ri hundi shvikaro maharaj re shamada girdhari.

    Thanks a lot.

    Hemant patel

  14. Jayshreeben,thanks for uploading Jesal Toral’s Paap taru parkash jadeja..it’s been long time I have heard this song.However I want to draw your attension,the link to read story about Jesal Toral contains Trjojan virus.My computer antivirus catched it,don’t know about other ppl.It’s better to remove it til that site is free from virus.Thanks.

  15. Jesal Toral was picturised in Gujarati, I have seen this picture 3 times just to hear this songs,apart from other this one is very very heart touching.
    Thanks for this and awaits for more of Hemu Gadhvi.
    Kirit Bhagat

  16. હું પણ મુંજાલભાઈ સાથે સહમત છું, ગીતના શબ્દો જુદા લાગે છે. પરન્તુ ઘણા વખતે સાંભળ્યુ એટલે હશે. ખરેખર મજા પડી ગઇ.

    very nice.

  17. જયશ્રેી બહેન્

    આપનેી હુઁ ઘણેી આભારેી છુ. ટહુકો એવો તો મેીઠો છે કે વાર્ઁવાર સામ્ભળવો ગમે છે. મને તમારા આ પરિવાર મા સ્થાન મળ્યુ છે તે મારુ સદભાગ્ય છે. મારો સમય એવો તો સરસ પસાર થઈ જાય છે અને મન્ગમતા પ્રભુ ભજનો ઘણા વખત પછેી સાભળવા મળે છે.

  18. સુંદર ગીત.

    સોનલ શાહનો તળપદી સ્વર દિવાળીબેન ભીલ..દમયંતી બરડાઈની હરોળનો ગણી શકાય.

    અંજારની મુલાકાત વેળાએ જેસલ-તોરલ સમાધિની દૂર્દશા જોઈ હ્રદય દ્રવી ઉઠયું હતું.
    આ સ્થળેથી કોઈએ માહિતી આપી કે જેસલ-તોરલની સમાધિ દર વર્ષે તલ-તલ જેટલા અંતરે એકબીજાની નજીક આવે છે.

  19. અરે વાહ… આ ગીત તો ઘણા વખતે ફરી સાંભળ્યું. બો મજ્જા આવી ગઈ હોં બેના !

  20. આભાર જયશ્રીબેન, ટહુકા ઉપર એક આ ગીતની જ કમી હતી, આજે પુરી થઇ ગઈ.

    શબ્દો ગીતના સાભળ્યાં હતા તેના કરતા સાવ નોખા છે અને સોનલબેન તથા ચેતનભાઈ એ તો ખૂબ સુંદર રીતે રજૂ કર્યુ છે.

    સોનલબેનનો અવાજ ખરેખર દિવાળીબેની યાદ અપાવે છે. જો ‘જેસલ તોરલ’ ચલચીત્રનું ગીત પણ સાથે હોતતો ઔર મજા પડી જાત.
    ખરેખર મારી આજે સાંજ સુધરી ગઈ.

  21. કાઠીયાવાડી બોલીમા સરસ શબ્દો સામ્ભળવા મળ્યા અને આનદ થઈ ગયો, આભાર………

Leave a Reply to ઊર્મિ Cancel reply

Your email address will not be published. Required fields are marked *