નેણ ના ઉલાળો તમે ઊભી બજાર – હરીન્દ્ર દવે

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
ટીકીટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે
ફેરવી િલયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ!

લાજને ન મેલો આમ નેવે કે રાજ
અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઉલાળામાં એવું કો ઘેન
હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માડું છું હું તો આગળ, ને વળી વળી
પાછળ વંકાઈ રહે ડોક,

આવી ફજેતી ન હોય છડેચોક
અહીં આવે ને જાય લાખ લોક.

(કવિ પરિચય) 

10 replies on “નેણ ના ઉલાળો તમે ઊભી બજાર – હરીન્દ્ર દવે”

 1. Chirag says:

  hey jayshree,
  Thanks for the effort !
  Chirag

 2. Jayshree says:

  Technically… I should thank you for sending such a beautiful poem to me.

 3. Chetana Vaishnav says:

  I would like to listen to this song if it is possible.
  Thank you

 4. jayesh upadhyaya says:

  હરીન્દ્ર દવે નુ આ ગીત રેડીયો પર સાંભળ્યાનુ સ્મરણ છે

 5. Ramesh Chandra Shah says:

  અલાઉદિન નો જાદુિઇ ચિરાગ્

 6. Daulatsinh Gadhvi says:

  કયાક કોઇ મલિજાયતો…અચ્હેરુ આવેચ્હે યાદ્…ભનકરા વાગેચ્હે…કોઇ સામ્ભ્લે તો સમ્ભ્લાવુ…

 7. BB says:

  બહુજ સુન્દર રચના.હ્રદય્ ને તરત સ્પર્શિ જાય તેવિ.

 8. B.R.PATEL says:

  Gujaratine badhe gujarat lage avu badhu ja. mago e male.sarsa ane sundar. maro divas T A H U K A purn thay chhe. vah madhur tahuko..

 9. rajnikant a shah says:

  પગલાં માડું છું હું તો આગળ, ને વળી વળી
  પાછળ વંકાઈ રહે ડોક,

  આવી ફજેતી ન હોય છડેચોક
  અહીં આવે ને જાય લાખ લોક
  excellent

 10. Yogesh says:

  આ ગિત સમ્ભલવા મલે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *