દરિયો…

મૃગજળ બની છલકતો ફરું રણની રેતમાં,
‘આદિલ’, કદી સમુદ્રના તળિયે જઈ બળું !
– ‘આદિલ’ મન્સૂરી

દરિયાનું નામ એણે કદી સાંભળ્યું નથી,
ખાબોચિયાંને ઠાઠથી તે તરવા નીસર્યા !
– રમેશ પારેખ

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઇ જઉં હું ડૂબવા મઝધારમાં!
– અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’

—-

ઘણા વખતથી આ ગઝલ શોધું છું. મને ફક્ત થોડા શબ્દો યાદ છે, જે અહીં લખ્યા છે. કોઇની પાસે હોય તો મને મોકલશો.

દરિયા ને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં

છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા દરિયાને સપનું આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ માછલીને મીઠું જળ પાયું… ( ?? )

…. મોરપિછું લહેરાય તારી આંખમાં..

5 replies on “દરિયો…”

  1. આદિલ સાહેબની મળે ના મળ રચના એ ગુજરાતી ગઝલ સાહીત્યની સૌથી સુન્દર રચનાઓ પૈકીની એક છે.

  2. હતી ત્યારે હતી ભરતી,
    હમણાં ઓટ ચાલે છે.
    સમંદર છું, છ્તાં
    નદીની ખોટ સાલે છે.
    ખુબ સરસ

  3. આદિલના મુખેથી દરિયા ઉપર કોઇ અનામી વિદ્યાથીની રચના સાંભળેલ :

    હતી ત્યારે હતી ભરતી,
    હમણાં ઓટ ચાલે છે.
    સમંદર છું, છ્તાં
    નદીની ખોટ સાલે છે.

  4. જયશ્રી,

    તમે શોધો છો એ ગીત છે કે ગઝલ? દરિયા પર શેર લખવાની શરૂઆત કરી છે તો થોડા વધુ મૂકી શકાત તો વધુ મજા આવત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *