મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો – ભાગ્યેશ જ્હા

સ્વર : નિશા ઉપાધ્યાય-કાપડિયા
સંગીત : સોલી કાપડિયા
આલ્બમ : આપણા સંબંધ

.

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!

રાધા બનીને સહેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

– ભાગ્યેશ જ્હા

9 replies on “મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો – ભાગ્યેશ જ્હા”

  1. મને ગમ્તું ગીત મુક્વા બદલ ટહુકા ટીમનો ખુબ ખુબ આભાર!

  2. simply superb !!

    મારું ખૂબ જ ગમતું ગીત ….

    સૂર, શબ્દ અને સ્વર નો સુભગ સમન્વય !!

  3. જયશ્રી બેન,
    આ ગીતની સાથે પ્લેયર આવતું નથી. કંઈક મુસ્કેલી લાગે છે.
    –ધર્મેન્દ્ર રણા

Leave a Reply to shriya Cancel reply

Your email address will not be published. Required fields are marked *