અમે ગુલમોર પીધો – દીપક બારડોલીકર

આજે ફરી એક ગુલમ્હોરી ગઝલ..

(નિમંત્રણ રાતું રાતું…. Picture from Webshots)

*******

ઢબૂક્યાં ઢોલ ચોરે, અમે ગુલમોર પીધો
ખુશીથી ખોબે ખોબે, અમે ગુલમોર પીધો

કોઇનું રૂપ નરવું, સળંગ ગુલમોર જેવું
કોઇના બોલે બોલે, અમે ગુલમોર પીધો

આ ધરતી પણ અમારી અને આકાશ આખું
અમોને કોણ રોકે, અમે ગુલમોર પીધો

હતો ચોમેર મેળો રૂપાળાં પંખીઓનો
મધુર ટૌકાની છોળે, અમે ગુલમોર પીધો

કદી સાંજે, સવારે, નશામાં ચૂર બેઠા
કદી બળતી બપોરે, અમે ગુલમોર પીધો

કદી શેરીમાં ‘દીપક’ જમાવી બેઠા મ્હેફિલ
કદી ખેતરને ખોળે, અમે ગુલમોર પીધો

નિમંત્રણ રાતું રાતું હતું મ્હોરેલ ‘દીપક’
મગન, મસ્તીના તોરે, અમે ગુલમોર પીધો

- દીપક બારડોલીકર

————

ગુલમ્હોર મ્હોર્યા એટલે – રમેશ પારેખ
ગુલમ્હોર

4 thoughts on “અમે ગુલમોર પીધો – દીપક બારડોલીકર

 1. SPatel

  અમે ગુલમોર પીધો એટલે શુ? ખાધો એ તો સમજાય પણ આ પીધો એ ના સમજાયું. Agar ise samaj sako to hame bhi samjana.

  Reply
 2. Jagshi Shah

  બહુજ સરસ કાવ્ય રચના

  જગશી શાહ
  વિલેપર્લે – મુંબઇ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>