કઝા યાદ આવી – ’મરીઝ’


મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરનો આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

5 replies on “કઝા યાદ આવી – ’મરીઝ’”

 1. મરીઝની ગઝલો કોઈના પ્રતિભાવની મહોતાજ નથી…. મહોબ્બતની તીવ્રતામાં માને ફક્ત એ જ ગૂંથી શકે…

 2. Harry says:

  great !!
  I dont have any words to say about it !!
  simply awesome !!

  હજારો હસીનોના ઈકરાર સામે,
  મને એક લાચાર ‘ના’ યાદ આવી.

  મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
  મને મારી પ્રેમાળ મા યાદ આવી.

 3. ચૌધરી પ્રતિક says:

  મરીઝની ગઝલ અંગે અભિપ્રાય આપવાનું મારું ગજું નથી.

 4. સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
  ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

  મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
  મને મારી પ્રેમાળ મા યાદ આવી.

  હજારો હસીનોના ઈકરાર સામે,
  મને એક લાચાર ‘ના’ યાદ આવી.

  મરીઝ સાહેબ ને સલામ્………….

 5. Roxie says:

  નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
  હતી એક મીઠી મજા યાદ આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *