ગઝલ – બેદાર લાજપુરી

શબ્દના એવા ગુના પણ હોય છે
મૌન રહેવામાં ડહાપણ હોય છે

વહેંચવાનો થાય જ્યારે વારસો
વારસોના દૂર સગપણ હોય છે

હર સમય કર્ફ્યુના ટાણે શહેરમાં
માર ખાતી એ ભિખારણ હોય છે

હોય છે માઠી દશામાં દૂર સૌ
લાગણીને કેવી સમઝણ હોય છે

હોય છે બેદાર ક્યારે એકલા
‘આપણી અંદર ઘણા જણ હોય છે’

6 replies on “ગઝલ – બેદાર લાજપુરી”

  1. It is just a realty.
    હોય છે બેદાર ક્યારે એકલા
    ‘આપણી અંદર ઘણા જણ હોય છે’
    Viththal

  2. હોય છે બેદાર ક્યારે એકલા
    ‘આપણી અંદર ઘણા જણ હોય છે’

    એકદમ નવો જ અને બહુજ વિચાર કરવા જેવો વિચાર ! આ વાત બહુ જ સમજવા જેવી છે. આનો વિચાર વિસ્તાર કરીને ‘કાવ્ય સૂર ‘ પર એક બે દિવસમાં મૂકીશ.
    આભાર , જયશ્રી ! સરસ ગઝલ લઇ આવી. ચીલાચાલુ વિચારોથી સાવ નવી જ વાત લઇ આવી !

Leave a Reply to manvant Cancel reply

Your email address will not be published. Required fields are marked *