એક પળમાં… – નંદિતા ઠાકોર

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?

સાંજ મને સોનેરી જોઈતી નથી
કે નથી રૂપેરી રાતના ય ઓરતા
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં
એમાં ગુલમોર છોને મ્હોરતા

અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું
સાંજ તણી આશાએ અહીં…

મારામાં ઊગેલું મારાપણું ય હવે
તારામાં રોપી હું છુટ્ટી
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી

ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ
એવું આંખોમાં જોતી હું રહી.

9 replies on “એક પળમાં… – નંદિતા ઠાકોર”

  1. મારામાં ઊગેલું મારાપણું ય હવે
    તારામાં રોપી હું છુટ્ટી
    લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
    હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી…..

    વાહ! પ્રેમની સુંદર અભિવ્યક્તિ!!!!

  2. નંદિતા- કવિતા ખૂબ ગમી! ક્યાં તુ ને ક્યાં હું- આ તે કેવું મિલન!
    -આરાધના

  3. મારામાં ઊગેલું મારાપણું ય હવે
    તારામાં રોપી હું છુટ્ટી

    વાહ! પ્રેમની સુંદર અભિવ્યક્તિ!

  4. એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
    બોલ, આપી શકીશ એવું કંઈ?
    મારામાં ઊગેલું મારાપણું ય હવે
    તારામાં રોપી હું છુટ્ટી
    લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
    હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી

    ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ
    એવું આંખોમાં જોતી હું રહી.
    સરસ……………..

    વૈશાલી ટેલર

Leave a Reply to વૈશાલી ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *