આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો ! – રમેશ પારેખ

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો !

ફરી પૂંછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્ર્નનો જવાબ લખો !

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !

લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !

આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !

4 replies on “આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો ! – રમેશ પારેખ”

  1. આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !
    ર.પા. નો અન્દાઝજ અલગ છે!..

  2. સવાલ જવાબની વાત કરતાં કરતાં, કવિ એ રોજ મરોજની તકલીફો અને જીવન ના ગુઢાર્થની પણ સરસ રીતે વાત કરી છે!

  3. માત્ર જીવ ખોવાની ઘટનાને જ આપઘાત થોડો કહી શકાય? આપણે સહુ ક્ષણે-ક્ષણે આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી મરતા રહીએ છીએ… આ પળ-પળના આપઘાતોના હિસાબો લખવા બેસીએ તો?

    સુંદર ગઝલ…

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *