તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ – રમેશ પારેખ

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

(આખું જંગલ થઈ ગયું વાંસળી……..)

Date : 27 May 2006(2006-05-27), 13:06
Source : Adashino chikurin-no-michi
Author : solution_63

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ,
પોપચામાં નીંદરથી ચીતરાતું,
ભલું મારું સપનું બગડવાની ટેવ.

હું તો કાગડાથી બીઉં છું ને એટલે,
તને કાગડાઓ પાળવાનો શોખ થાય,
હું મારા ટેરવાંને કોયલ કરું ને
તારી આ આંબો સંતાડવાની ટેવ.

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ…

ને પવન એમ સોંસરવો વાય,
આખું જંગલ થઈ ગયું વાંસળી,
આ મારે પાણીનું ટીપું ___?
તને દરિયો ઉડાડવાની ટેવ.

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ…

6 replies on “તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ – રમેશ પારેખ”

  1. I am out of India right now & really enjoying that u r sending to me. I here every songs many many times.

    Thank You.

    Rita Meghani

  2. તમારો ઘણો ઘણો આભાર, ઘણા દિવસ થી આ ગીત સાંભળવું હતું,

  3. ર.પા.નું સદાબહાર ગીત અને આશિત-હેમા દેસાઈનું કમાલ સ્વરાંકન!
    છેલ્લી પંક્તિમાં ખૂટતો શબ્દ આ મુજબ છે.

    આ મારે પાણીનું ટીપું યે ભાર,

    સુધીર પટેલ.

Leave a Reply to chintan Cancel reply

Your email address will not be published. Required fields are marked *