કોણ માનશે? – ‘મરીઝ’

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

11 replies on “કોણ માનશે? – ‘મરીઝ’”

 1. આજકાલ બ્લોગ પર “કોણ માનશે” રદીફની ગઝલોનો રાફડો ફાટી નીકળ્યો છે… હું જે ગઝલ શોધતો હતો એ શોધી આપવા બદલ આભાર…

 2. Urmi Saagar says:

  સુંદર ગઝલ!
  વિવેકભાઇની વાત સાચી છે….
  ખાસ કરીને જ્યારથી ‘કોણ માનશે?’ રદીફની પોસ્ટ જ્યારથી ‘સહિયારું સર્જન’ બ્લોગ પર પોસ્ટ થઇ છે ત્યારથી તો ઘણી વાંચવા મળી છે…
  અને એ તો સારું જ છે ને, કે મારા જેવાં નવાં નિશાળીયાઓએ પણ પ્રયત્ન કર્યો છે! 🙂

 3. દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
  મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

  vaah………good gazal from mariz…….prem ma sharat………na hoy …….ne………..ane lagani ma magani pan good collection….

 4. […] વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું; ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે? (મરીઝ) ‘મરીઝ’ની આ આખી ગઝલ આપ મોરપિચ્છ પર વાંચી શકો છો! […]

 5. Vaibhav says:

  વાહ્હ્

 6. desurbhai ahir says:

  જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
  સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

 7. Mehmood says:

  વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
  ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

  તમારું સ્મરણ છે તમારાથી પ્યારું………કોણ માનશે?

 8. Daxay Rawal says:

  બહુ જ સરસ ગજલ, ઘણા દિવસો બાદ મળેલેી વાત.

 9. disha says:

  awesome.. <3

 10. daxumayur says:

  જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
  સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?
  ખુબ સુન્દર ……………

 11. dipen says:

  વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
  ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

  khuba j gamyu…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *