કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? – ઉદ્દયન ઠક્કર (Web Sangoshti with Shyamal Saumil)

વર્ષોથી ટહુકો પર ગૂંજતી આ ગઝલ – આજે એક વધારાના બોનસ સાથે ફરી એકવાર… સ્વરકારો પાસેથી આ સ્વરાંકન વિષેની મઝાની વાતચીત સાથે…!!

આખી ગઝલ નીચે સાંભળો, અને સાથે ગઝલમાં આવતા ‘ગપોડી’ ચંદ્રની વાત પણ વાંચો!

**************
Posted on August 6, 2010

થોડા દિવસ પહેલા લયસ્તરો પર લટાર મારતા મારતા આ ગઝલ પર પહોંચી – અને એક મઝેદાર વાત વાંચવા મળી – તો મને થયું ચલો, તમારી સાથે આ ગઝલ અને એ વાત વહેંચી લઉં – એ પણ શ્યામલ-સૌમિલના સ્વરાંકનના બોનસ સાથે 🙂

ધવલભાઇએ લયસ્તરો પર આ ગઝલ સાથે એના ચંદ્રવાળા શેર માટે કંઇક આવી note મૂકી’તી – “ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી.”

આ વાત તો કવિ શ્રી ઉદ્દયનભાઇએ કંઇક આવો જવાબ આપ્યો :
The moon makes a false claim that the world is silvery. Walter de la Mare says,
`Slowly,silently,now the moon
Walks the night on her silver shoon
This way and that she peers and sees
Silver fruit upon silver trees!`

સ્વર-સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી

.

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

– ઉદ્દયન ઠક્કર

15 replies on “કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? – ઉદ્દયન ઠક્કર (Web Sangoshti with Shyamal Saumil)”

  1. વાહ….વાતચીતની હલ્લેસાં સભર હોડી છે.ખૂબ કહી

  2. Dinesh Gogari shared a link.
    2 mins
    કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
    કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

    તમારે સાંજને સામે કિનારે જાવું હો,
    તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

    સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
    હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

    ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
    કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

    – ઉદ્દયન ઠક્કર

  3. વેબ સન્ઘોશ્થિ ભયો ભયો
    આજ કે અનન્દકિ જય્

    સુરેન્દ્ર્

  4. ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે: કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?
    આનો જવાબ હોય?
    આ ગઝલ માણ્વા સવાલ્-જવાબની માથાકૂટ માં નહિ પડતા.

    ખુબ ગમ્યુ. આ વીણેલા મોતી પીરસવા માટે આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  5. kai…pen thi…aa…..gazal…lakhi chhe…
    lage chhe…ke….pen pan…lucky..chhe..
    O…kavi….jara..batao…amne….
    Tame….aa..pen….kya…muki…chhe…?
    narendra soni

  6. ગઝલ ખૂબ જ ગમી
    આવું સ ર સ સંભળાવતા રહેજો

  7. Udayan,
    Mukesh chanced upon this website today and shared with me. A gem of a website and what an opportunity to enjoy your writing in a live form of voice. Great feeling indeed…. almost like nostalgia. Please do suggest other locations on web where similar experience is possible…
    God bless….
    Dipti

  8. ઘણી વાર વાંચેલી આ ગઝલ આજે પણ એટલી જ તાજી લાગી છે.

  9. क्या बात है, क्या बात है… આનાથી વિશેષ તો શું પ્રતિભાવ હોઈ શકે આવી સ..ર..સ કલ્પના માટે.

  10. મજાની ગઝલ !
    ઝપતાલ મા સ્વરાન્કન ખૂબ જ સુન્દર !

  11. સુંદર રચના ઉદયનભાઈ
    આ વાત થોડી ખાનગી રાખજો નહિતર
    ક્યારેક ચાંદનીનું અપહરણ થશે !

  12. ઉદ્દયનભાઈની આ માત્ર ચાર જ શેરની ગઝલ ચાર વેદ જેવું ઉંડાણ લઈને આવી છે-એવું લાગે છે….અને, હું ગપોડી નથી….એમણે કહ્યું એવા ચંદ્રની જેમ !!!

Leave a Reply to viren Cancel reply

Your email address will not be published. Required fields are marked *